ત્રણ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય બજાર માટે સ્ટેબિલિટીના સંકેત દેખાય રહ્યા છે. ગિફ્ટી નિફ્ટી ફ્લેટ પણ ગ્લોબલ માર્કેટથી સારા સંકેત જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટ 1 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર ઉછાળા સાથે બંધ થયા.
ત્રણ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય બજાર માટે સ્ટેબિલિટીના સંકેત દેખાય રહ્યા છે. ગિફ્ટી નિફ્ટી ફ્લેટ પણ ગ્લોબલ માર્કેટથી સારા સંકેત જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટ 1 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર ઉછાળા સાથે બંધ થયા.
ગઈકાલે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા. 3 દિવસના ઘટાડા બાદ ડાઓ પોઇન્ટ્સ 202 વધ્યો. 2 દિવસના ઘટાડા બાદ નાસ્ડેક 1.25%થી વધારે વધ્યો. 2 દિવસના ઘટાડા બાદ S&P500 1% વધ્યો. ટેક શેર્સની તેજીએ બજારને સપોર્ટ આપ્યો. 5 સપ્તાહના ઉંચાઈ પર US બોન્ડ યીલ્ડમાં કારોબાર યથાવત્ રહ્યો.
ક્રૂડ ઓઈલમાં તેજી
એક દિવસમાં લગભગ 1.50% કિંમતો વધી. બ્રેન્ટ $79ને પાર પહોંચ્યો. WTIમાં $74ની ઉપર કારોબાર દેખાયો. IEA, OPEC ના અનુમાનથી ભાવ વધ્યા. 2024માં કાચા તેલની માગ વધવાની આશા છે. માગ 12.4 લાખ BPD વધવાની આશા છે. Q4માં કિંમતોમાં ઘટાડાની આશા દેખાય છે. 2024માં ક્રૂડની માગ 22.5 લાખ bpd વધવાની આશા.
એશિયન માર્કેટ
આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 46.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.56 ટકાના વધારાની સાથે 36,027.41 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.50 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 2.11 ટકા વધીને 17,599.97 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.64 ટકા મજબૂતીની સાથે 15,490.73 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.98 ટકા તેજીની સાથે 2,464.11 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 6.82 અંક એટલે કે 0.24 ટકા લપસીને 2,838.96 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.