વૈભવ સંઘવીનું કહેવુ છે કે ફેડની ટિપ્પણી બાદ બજારને વધુ વેગ મળ્યો. બજારને એ સ્પષ્ટતા મળી ગઇ કે હવે વ્યાજ દર વધશે નહીં. ઇમર્જિંગ માર્કેટ્સમાં રોકાણનો ફ્લો સારો રહેશે. અમેરિકામાં ગ્રોથના આંકડા પર દબાણ રહેશે. ગ્રોથ પર દબાણ બાદ ફેડ વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે.



