દીપક જસાણીનું કહેવુ છે કે હાલમાં બજાર કંસોલિડેશન યથાવત્ રહે તેવું અનુમાન છે. મોટી તેજી માટેના સંકેતનો હાલ અભાવ વર્તાઈ રહ્યો છે. FIIs અને MFsની ખરીદદારી જોઈએ એવી નથી આવી. પરિણામની સિઝનના મધ્યે નિફ્ટીમાં તેજી આવી શકે છે. આ બજેટમાં સરકારનું વિઝન સ્પષ્ટ થશે.
દીપક જસાણીના મતે બજેટ સમયે બ્રોડર માર્કેટ ઉપરના શિખર પર જોવા મળશે. ભારત જેવા દેશમાં ઈન્ફ્રાની જરૂરિયાત રહેવાની છે. ઈન્ફ્રા પર સરકારનો ખર્ચ યથાવત્ રહેવો જોવા મળશે. મેટલમાં ઘટાડે અમે ખરીદી કરી રહ્યા છીએ. ઈન્ફ્રા ખર્ચનો ફાયદો સિમેન્ટ સેક્ટરને ઘણો ફાયદો થશે.
દીપક જસાણીના મુજબ CVમાં બજેટ બાદ જ રોકાણ કરવું જોઈએ. ચીનમાં રિકવરીના કોઈ સંકેત દેખાયા નથી. અત્યાર સુધી ચીને લીધેલા પગલાની અસર 2024 માં દેખાશે. આવા સમયે ચીનમાં રોકાણ વધી શકે છે. 2024 ના સેકન્ડ હાફમાં લિક્વિડિટી વધી શકે છે.
દીપક જસાણીનું કહેવુ છે કે પ્રાઈવેટ બેન્કમાં હાલમાં અપસાઈડ મર્યાદિત લાગે છે. અસેટ ક્વોલિટી આનાથી વધારે સુધરવાની જગ્યા ઓછી છે. SFBમાં નાના સ્કેલની બેન્કમાં સારા ગ્રોથની આશા છે. AMCમાં વેલ્યુએશન વધારે છે એટલે હવે વધુ ઉછાળો નહીં આવે. રિયલ એસ્ટેટમાં ભાવ ઘણો વધી ગયો છે.