Closing Bell: નિફ્ટી 21600 ની ઊપર, સેન્સેક્સ 282 અંક ઉછળીને બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 21600 ની ઊપર, સેન્સેક્સ 282 અંક ઉછળીને બંધ

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.15-1.00 ટકાનો વધારો જોવા મળી છે. જ્યારે એફએમસીજી, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 03:44:27 PM Jan 10, 2024 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.25 ટકા વધીને 47,358.50 ના સ્તર પર બંધ થયા છે.

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 21600 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 71668 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 21,641.85 સુધી ઉછળી તો સેન્સેક્સ 71,733.84 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.32 ટકા વધીને 47,122.05 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.14 ટકા ઘટાડાની સાથે 15,388.60 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 282.39 અંક એટલે કે 0.40% ની મજબૂતીની સાથે 71668.60 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 79 અંક એટલે કે 0.37% ની વધારાની સાથે 21623.80 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.15-1.00 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.25 ટકા વધીને 47,358.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, સિપ્લા, રિલાયન્સ, એચસીએલ ટેક, હિરો મોટોકૉર્પ, અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાટા મોટર્સ 1.14-3.09 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ, એનટીપીસી, બીપીસીએલ, ઓએનજીસી, પાવર ગ્રિડ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.10-2.00 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ડિલહેવરી, ગ્લેક્સોસ્મિથ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, સીજી કંઝ્યુમર અને આઈઆરસીટીસી 2.31-5.87 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ન્યૂ ઈન્ડિયા એસ્યોર, એનએમડીસી, ઑયલ ઈન્ડિયા, આઈજીએલ અને હનીવેલ ઓટોમોટિવ 2.43-3.06 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં કોચિન શિપયાર્ડ, નેટવર્ક 18, એસ્ટ્રાઝેનેકા, ટીવી18 બ્રોડકાસ્ટ અને વેરંદા લર્ન 14.26-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સનમિત ઈન્ફ્રા, આઈનોક્સ વિંડ, અનુપમ રસાયણ, ટ્રિડેંટ અને વારી રિન્યુએબલ 5-9.98 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 10, 2024 3:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.