Closing Bell: નિફ્ટી 21630 ની ઊપર, સેન્સેક્સ 496 અંક ઉછળીને બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 21630 ની ઊપર, સેન્સેક્સ 496 અંક ઉછળીને બંધ

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.32-1.68 ટકાનો વધારો જોવા મળી છે. જ્યારે પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 03:55:25 PM Jan 19, 2024 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.06 ટકા વધીને 45,742.40 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 21630 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 71683 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 21,670.60 સુધી ઉછળી તો સેન્સેક્સ 71,895.64 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.51 ટકા વધીને 47,810.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.05 ટકા વધારાની સાથે 15,482.15 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 496.37 અંક એટલે કે 0.70% ની મજબૂતીની સાથે 71683.23 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 176.40 અંક એટલે કે 0.82% ની વધારાની સાથે 21638.70 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.32-1.68 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.06 ટકા વધીને 45,742.40 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, ભારતી એરટેલ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, બ્રિટાનિયા, કોલ ઈન્ડિયા અને ટાટા સ્ટીલ 2.37-3.55 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ડિવિઝ લેબ્સ અને સન ફાર્મા 0.06-3.25 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, લિંડે ઈન્ડિયા, આરઈસી અને ગુજરાત ફ્લુરો 5.83-11.48 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઝી એન્ટરટેનમેન્ટ, વેદાંત ફેશન્સ, નિપ્પોન, વર્હ્લપુલ અને ઈમામી 1.68-4.8 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં રેલ વિકાસ, ગણેશ હાઉસિંગ, એચપી અધેસિવ, હુડોકો અને ગ્લોબલ સરફેસિસ 14.56-19.78 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પનામા મુકંદ, ડીશ ટીવી, એસજી ફિનસર્વ, ગુડ લક અને અસેલિયા 4.09-4.81 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2024 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.