Closing Bell: નિફ્ટી 22100 ની ઊપર, સેન્સેક્સ 801 અંક વધીને બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 22100 ની ઊપર, સેન્સેક્સ 801 અંક વધીને બંધ

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.22-1.80 ટકાનો વધારો જોવા મળી છે. જ્યારે મેટલ શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 03:42:23 PM Jan 15, 2024 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 1.09 ટકા વધીને 48,229.40 ના સ્તર પર બંધ થયા છે.

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 21100 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 73369 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 22,115.55 સુધી ઉછળી તો સેન્સેક્સ 73,402.16 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.70 ટકા વધીને 47,844.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.43 ટકા વધારાની સાથે 15,611.85 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 801.17 અંક એટલે કે 1.10% ની મજબૂતીની સાથે 73369.62 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 216.00 અંક એટલે કે 0.99% ની વધારાની સાથે 22110.50 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.22-1.80 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.09 ટકા વધીને 48,229.40 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં વિપ્રો, ઓએનજીસી, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, ડૉ.રેડ્ડીઝ અને રિલાયન્સ 1.63-6.37 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, હિંડાલ્કો, આઈશર મોટર્સ અને એલએન્ડટી 0.61-3.55 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં એસજેવીએન, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, ઑયલ ઈન્ડિયા, પોલિકેબ અને એનએચપીસી 5.36-9.42 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, સન ટીવી નેટવર્ક, ટીવીએસ મોટર્સ, ઝી એન્ટરટેનમેન્ટ અને જેએસડબ્લ્યૂ એનર્જી 2.29-3.33 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ડ્રેડિંગ કોર્પ, ટુરિઝમ ફાઈનાન્સ, શાલિમાર પેંટ્સ, ઈન્ડિયા ટુરીઝમ ડી અને વેસ્કોન એન્જીનિયર 13.84-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ડીશ ટીવી, મનોરમા ઈન્ડસ્ટ્રીઝ, પ્રેવેજ, એચપીએલ ઈલેક્ટ્રિક અને સનમિત ઈન્ફ્રા 4.99-7.69 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 15, 2024 3:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.