Closing Bell: નિફ્ટી 21900 ની આસપાસ, સેન્સેક્સ 847 અંક વધીને બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 21900 ની આસપાસ, સેન્સેક્સ 847 અંક વધીને બંધ

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.24-2.75 ટકાનો વધારો જોવા મળી છે. જ્યારે ઑટો, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 03:50:23 PM Jan 12, 2024 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.57 ટકા વધીને 47,709.80 ના સ્તર પર બંધ થયા છે.

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 21900 ની આસપાસ બંધ થયા જ્યારે સેન્સેક્સે 72568 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,062.45 સુધી ઉછળી તો સેન્સેક્સ 57,887.46 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.37 ટકા વધીને 47,512.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.44 ટકા વધારાની સાથે 15,544.65 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 847.27 અંક એટલે કે 1.18% ની મજબૂતીની સાથે 72568.45 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 247.30 અંક એટલે કે 1.14% ની વધારાની સાથે 21894.50 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.24-2.75 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.57 ટકા વધીને 47,709.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એલટીઆઈ મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ અને ટાટા કંઝ્યુમર 3.11-8.08 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સિપ્લા, અપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રિડ, એચડીએફસી લાઈફ, કોલ ઈન્ડિયા, એક્સિસ બેંક, આઈશર મોટર્સ અને મારૂતિ 0.41-1.20 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ઓરેકલ ફાઈનાન્સ સર્વિસિઝ, યુનિયન બેંક, બેંક ઑફ ઈન્ડિયા, એમફેસિસ અને પરસિસ્ટન્ટ 3.44-7.46 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઈમામી, બાયોકૉન, વેદાંત ફેશન્સ, મધરસન અને જિલેટ ઈન્ડિયા 1.92-2.77 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં આશિયાના હાઉસિંગ, એસેલ્યા, હાર્ડવ્યાન, ઝુઆરી એગ્રો કેમિકલ અને ઈનફિબિમ એવેન્યુ 10.49-15.09 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઈમેજીકા વર્લ્ડ, મેટ્રોપોલિસ, આલોક ઈન્ડસ્ટ્રીઝ, ભારત વિજળી અને જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ 5.32-6.11 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2024 3:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.