Closing Bell: સેન્સેક્સ 169 અંક ઘટ્યો, નિફ્ટી 21,400 ની આસપાસ થયો બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: સેન્સેક્સ 169 અંક ઘટ્યો, નિફ્ટી 21,400 ની આસપાસ થયો બંધ

સેન્સેક્સ 168.66 અંક એટલે કે 0.24 ટકાના ઘટાડાની સાથે 71,315.09 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 38.00 અંક એટલે કે 0.18 ટકાના ઘટાડાની સાથે 21,418.70 ના સ્તર પર બંધ થયો છે.

અપડેટેડ 04:06:18 PM Dec 18, 2023 પર
Story continues below Advertisement

કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારની રેન્જમાં કારોબાર કરતો જોવા મળ્યો છે. મિડકેપ, સ્મોલ કેપ શેરોમાં ખરીદી રહી, જ્યારે ફાર્મા, મેટલ ઈન્ફ્રા શેરોમાં તેજી રહી છે. ઑટો, PSE શેરોમાં ખરીદી રહી છે. રિયલ્ટી, બેન્કિંગ, FMCG ઈન્ડેક્સ ઘટાડાની સાથે બંધ થયો છે.

કારોબારના અંતમાં સેન્સેક્સ 168.66 અંક એટલે કે 0.24 ટકાના ઘટાડાની સાથે 71,315.09 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 38.00 અંક એટલે કે 0.18 ટકાના ઘટાડાની સાથે 21,418.70 ના સ્તર પર બંધ થયો છે.

Power Grid Corporation, JSW Steel, icici Bank, ITC અને Tech Mahindra નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા છે. જ્યારે, Bajaj Auto, Adani Ports, Sun Pharma, Hindalco Industries અને Reliance industries નિફ્ટીનો ટૉપ ગેનર રહ્યો છે.


સેક્ટોરલ ફ્રન્ટ પર જોઈએ તો ફાર્મા ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 0.7 ટકાનો વધારો લઈને બંધ થયો છે. જ્યારે કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 0.7 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે રિયલ્ટી ઈન્ડેક્સ 1 ટકા અને બેન્ક ઈન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.

બ્રોડર માર્કેટની વાત કરે તો બીએસઈના મિડકેપ 0.3 ટકા અને સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે બંધ થયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 18, 2023 3:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.