Closing Bell - સેન્સેક્સ 377 અંક તૂટ્યો, નિફ્ટી 20910 ની નીચે બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 377 અંક તૂટ્યો, નિફ્ટી 20910 ની નીચે બંધ

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.06-1.75 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ.

અપડેટેડ 03:43:31 PM Dec 12, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.46 ટકાના ઘટાડાની સાથે 47,097.55 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 20910 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 69551 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 377 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 90 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.40 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.39 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.27 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 377.50 અંક એટલે કે 0.54 ટકાના ઘટાડાની સાથે 69551.03 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 90.70 અંક એટલે કે 0.43 ટકા તૂટીને 20906.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.06-1.75 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.46 ટકાના ઘટાડાની સાથે 47,097.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં અપોલો હોસ્પિટલ, સન ફાર્મા, મારૂતિ સુઝુકી, કોલ ઈન્ડિયા, આઈશર મોટર્સ, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેંક, રિલાયન્સ અને એનટીપીસી 1.29-2.10 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઑટો, એસબીઆઈ લાઈફ, એક્સિસ બેંક, ડૉ.રેડ્ડીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને હિંડાલ્કો 1.16-5.14 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, વેદાંત ફેશન્સ, ક્યુમિન્સ, ડિલહેવરી અને શ્રીરામ ફાઈનાન્સ 2.64-10.18 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ટાટા એલેક્સિ, ક્લિન સાયન્સ, ગુજરાત ફ્લુરો, જિંદાલ સ્ટીલ અને ન્યૂ ઈન્ડિયા એસ્યોર 3.46-5.64 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, પટેલ એન્જીનિયર, ઉષા માર્ટિન, પ્રેવેજ અને વેરાંદા લર્ન 5.66-7.26 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં આઈનોક્સ ગ્રીન, એમએસટીસી, કેપીઆઈ ગ્રીન, ઈક્વિટાસ બેંક અને પેન્નાર ઈન્ડસ્ટ્રીઝ 9.75-19.99 ટકા સુધી વધ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2023 3:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.