ફિન નિફ્ટી એક્સપાયરી પર બજારમાં કંસોલિડેશન જોવા મળ્યો છે. બજાર નીચલા સ્તરથી જોરદાર રિકવર થઈને બંધ થયો છે. ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સ, નિફ્ટી, મિડકેપએ નવા રિકૉર્ડ બનાવ્યો છે. આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી રહી જ્યારે એનર્જી, FMCG, PSE શેરોમાં તેજી રહી. ઈન્ફ્રા, ફાર્મા ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. જ્યારે આઈટી, ઑટો, મેટલ, રિયલ્ટી શેરોમાં ઘટાડો રહ્યો છે.
Coal India, Nestle India, Tata Consumer Products, NTPC અને Reliance Industries નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા છે. જ્યારે TCS, Hero MotorCorp, Adani Ports, Wipro અને UPL નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા છે.
આજના કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 15 શેરોમાં ખરીદી રહી જ્યારે નિફ્ટીના 50 માંથી 25 શેરોમાં ખરીદી રહી છે. જ્યારે, બેન્ક નિફ્ટીના 12 માંથી 7 શેરોમાં ખરીદારી જોવા મળી છે.
બ્રૉડર માર્કેટની વાત કરે તો સ્મૉલ કેપ ઈન્ડેક્સ બંધ થવા પહેલા 42,544.95 ની નવી ઉચાઈ પર જતો જોવા મળ્યો છે. જ્યારે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
કારોબારના અંતમાં સેન્સેક્સ 122.10 અંક એટલે કે 0.17 ટકાના વધારા સાથે 71.437.19 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 34.45 અંક એટલે કે 0.16 ટકાના વધારા સાથે 21453.10 ના સ્તર પર બંધ થયો છે.