આજે ડિસેમ્બર સીરીઝ એક્સપાયરી વીકની મજબૂત શરૂઆત થઈ છે. સેન્સેક્સ, નિફ્ટી, નિફ્ટી બેન્ક વધારાની સાથે બંધ થયો છે. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ખરીદી રહી છે. PSE, એનર્જી, ફાર્મા ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. મેટલ, ઑટો, ઈન્ફ્રા ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 229.84 અંક એટલે કે 0.32 ટકાના વધારા સાથે 71.336.80 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફટી 105.45 અંક એટલે કે 0.43 ટકાના વધારા સાથે 21441.35 ના સ્તર પર બંધ થયો છે.



