Closing Bell: સેન્સેક્સ 242 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 21350 ની નજીક થયો બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: સેન્સેક્સ 242 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 21350 ની નજીક થયો બંધ

સેન્સેક્સ 241.86 અંક એટલે કે 0.34 ટકાના વધારાની સાથે 71,106.96 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 94.35 અંક એટલે કે 0.44 ટકાના વધારા સાથે 21349.40 ના સ્તર પર બંધ થયો છે.

અપડેટેડ 03:57:11 PM Dec 22, 2023 પર
Story continues below Advertisement

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયો છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદી રહી જ્યારે IT, રિયલ્ટી, મેટલ શેરોમાં ખરીદી રહી છે. ઑટો, ફાર્મા, ઈન્ફ્રા ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 241.86 અંક એટલે કે 0.34 ટકાના વધારાની સાથે 71,106.96 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 94.35 અંક એટલે કે 0.44 ટકાના વધારા સાથે 21349.40 ના સ્તર પર બંધ થયો છે.

Britannia, Nestle India, Tata Consumer Products, Wipro અને Coal India નિફ્ટીના ટૉપ ગેરન રહ્યા છે. જ્યારે Adani Enterprise, M&M, UPL, Adani Ports and ICICI Bank નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા છે.

બેન્કને છોડીને તમામ સેક્ટર ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયો છે. ઑટો, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, ઑઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1 ટકા વધ્યો છે. જ્યારે આઈટી, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સ 2 ટકા વધીને બંધ થયો છે. જ્યારે આ વચ્ચે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.7 ટકા અને સ્મૉલકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયો છે.


MoneyControl News

MoneyControl News

First Published: Dec 22, 2023 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.