આગળ જતા બજારમાં અર્નિંગ ગ્રોથ યથાવત રહેશે: યોગેશ ભટ્ટ | Moneycontrol Gujarati
Get App

આગળ જતા બજારમાં અર્નિંગ ગ્રોથ યથાવત રહેશે: યોગેશ ભટ્ટ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ પાસેથી.

અપડેટેડ 04:05:41 PM Dec 28, 2023 પર
Story continues below Advertisement

માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટનું કહેવું છે કે મિડકેપ અને સ્મોલકેપમાં ગ્રોથ સારો જોવા મળ્યો છે. ભારતીય બજારના ફંડામેન્ટલ ઘણા મજબૂત રહ્યા છે. આગળ જતા બજારમાં અર્નિંગ ગ્રોથ યથાવત રહેશે. 2023માં PSU બેન્કે ખુબ સારૂ રિટર્ન આપ્યું છે. 2023માં IT અને ફાર્માએ નિરાશ કર્યા છે. યૂએસમાં વ્યાજ દર વધારે છે એટલે ફ્લો થોડું પરત જઈ શકે છે.

યોગેશ ભટ્ટના મતે ઈમર્જિંગ માર્કેટમાં ફંડ ફ્લો હિસાબે ભારત ટૉપ પર રહેશે. બજારમાં FIIનું અમૂક હદે નફાવસૂલી જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારની અસર પણ ભારતીય બજાર પર પડી રહી છે. 2017-2023 સુધીમાં ઈન્ફ્રામાં અંદાજે 67 લાખ કરોડનું રોકાણ થયું છે.

યોગેશ ભટ્ટનું માનવું છે કે ફાર્મા, આઈટી, કેમિકલ અને સ્પેશ્યાલિટીમાં કોન્ટ્રા કોલ લઈ શકાય છે. બેન્કિંગ સેક્ટરને રોકાણ રણનીતિમાં નકારી ન શકાય. પ્રાઈવેટ બેન્કમાં રોકાણની તક ઘણી વધારે છે. કેપેક્સનું સેક્ટર છેલ્લા 2-3 વર્ષમાં બદલાયું છે.


યોગેશ ભટ્ટના મુજબ હાલમાં કેપેક્સનું લેવલ વધતું જોવા મળી રહ્યું છે. જો 2017 થી 2023 સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ સેગમેન્ટમાં 67 લાખ કરોડનું રોકાણ થયું છે. હાલમાં 4-5 સેક્ટરમાં રોકાણની રણનીતિ બનાવી શકો છો.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 28, 2023 4:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.