નિલેશ શાહનું કહેવુ છે કે 2023માં રિટેલ રોકાણકારોનો રસ દાખવશે એવો અંદાજ ન હતો. 2024નું વર્ષ ભારતીય સ્થાનિક રોકાણકારો માટેનું છે. સ્થાનિક રોકાણકારોએ ભારતના ગ્રોથમાં વિશ્વાસ દર્શાવ્યો છે.
નિલેશ શાહનું કહેવુ છે કે 2023માં રિટેલ રોકાણકારોનો રસ દાખવશે એવો અંદાજ ન હતો. 2024નું વર્ષ ભારતીય સ્થાનિક રોકાણકારો માટેનું છે. સ્થાનિક રોકાણકારોએ ભારતના ગ્રોથમાં વિશ્વાસ દર્શાવ્યો છે.
નિલેશ શાહના મતે 2014-2024માં ઈન્ફ્રા પર મોટા પાયે ખર્ચ થયો છે. કોર્પોરેટ ખર્ચને અંકુશમાં રાખી નફાકારકતા વધારી છે. રોકાણકારોએ પણ ભારતમાં વિશ્વાસ દાખવ્યો છે. બજારમાં પૈસા, ફંડામેન્ટલ અને સેન્ટિમેન્ટનો ત્રિવેણી સંગમ છે. અન્ય દેશોમાં સ્થિતિ ઘણ બગડી રહી છે. અન્ય ઈમર્જિંગ દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે. વેલ્યુએશન પ્રમાણે લાર્જકેપ અત્યારે યોગ્ય જગ્યાએ છે. સ્મોલ, માઈક્રો કેપમાં વેલ્યુએશન ઘણાં વધારે છે. ગુણવત્તા વાળા અને યોગ્ય વેલ્યુએશનવાળા સ્ટોક્સ ખરીદવા છે.
નિલેશ શાહનું માનવું છે કે વિદેશી રોકાણકારો પહેલાના રિટર્ન જોશે તો ભારતમાં સારા નાણાં આવશે. વેલ્યુએશનને ધ્યાનમાં રાખશે તો FIIs પણ ઘણાં વિકલ્પ છે. FIIsની અસર ઘટી છે, પણ બજારનો મહત્વનો ભાગ છે. ભારતીય કંપનીઓનો અર્નિંગ્સ ગ્રોથ સારો રહ્યો છે. ગ્રીન એનર્જીમાં રોકાણ પણ FIIsને આકર્ષશે. મોટા ભાગના FIIs ભારત પર બુલિશ છે. વિશ્વમાં ભારતનું બજાર સૌથી મોંઘુ છે. દરેક ઘટાડે FIIs ભારતમાં રોકાણ કરવાનું વિચારશે.
નિલેશ શાહના મુજબ 1 વર્ષથી ખાનગી બેન્કોએ સારું વળતર નથી આપ્યું. બેન્કિંગ ક્ષેત્ર અમારી પહેલી પસંદગી બની રહી છે. ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં પણ વેલ્યુએશન સસ્તા છે. ઓટો સેક્ટરમાં પણ સારો ગ્રોથ જોવા મળી શકે છે. સપ્લાય તરફની સમસ્યાઓ હવે થોડી હળવી થઈ છે. ફોર વ્હીલર, ટુ વ્હીલર અને CVમાં સારા ગ્રોથની આશા છે.
નિલેશ શાહનું કહેવુ છે કે EV, રિન્યુએબલ એનર્જી પર નજર રાખવાની જરૂર છે. કયા સેક્ટરમાં વધુ ગ્રોથ આવશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. જ્યાં ગ્રોથ આવશે તેવા સેક્ટર કે કંપનીમાં રોકાણ કરવું. દરેક PLI સ્કીમને સરખી સફળતા નથી મળી. ફાઈબર, ઈલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગને સારો પ્રતિસાદ મળ્યો. સામે ઓટો માટેની PLIને જોઈએ એવો પ્રતિસાદ નથી મળ્યો. વૈશ્વિક અને સ્થાનિક બન્ને બજારમાં કામ કરતી કંપનીમાં રોકાણ કરવું. ચીનની નિકાસ ઘટવાનો લાભ ભારતને પણ થોડો મળ્યો છે.
નિલેશ શાહના મતે આર્થિક રીતે ભારતની સ્થિતિ ઘણી સારી છે. મોંઘવારી RBIના લક્ષ્યમાં, ગ્રોથ સરકારના અનુમાન મુજબ છે. લિક્વિડિટી, ગ્રોથ અને મોંઘવારી સંતુલનમાં રહે તેવી આશા છે. માર્ચે 2024માં US ફેડ વ્યાજદર ઘટાડશે. છ મહિના બાદ RBI વ્યાજદર ઘટાડશે.
નિલેશ શાહનું માનવું છે કે પ્રાઈવેટ બેન્ક અમને વધારે પસંદ છે. NBFCsમાં અનસિક્યોર્ડ લોનને લઈને થોડી અસર આવશે. સરકારી બેન્કોની તેજીમાં નવા ડેવલપમેન્ટને કારણે તેજીને બ્રેક લાગશે. માઈક્રો ફાઈનાન્સમાં રોકાણ કરતા પહેલા ચેતજો.
નિલેશ શાહના મુજબ IPOમાં રોકાણ કરતા વખતી ગ્રે માર્કેટ પર ધ્યાન ન આપો. IPO ડિસ્કાઉન્ટ પર ખુલે તેવી પણ બની શકું. રોકાણ કરતી વખતે IPO લાવનાર કંપનીનો પણ અભ્યાસ કરો. ઈક્વિટીમાં લાંબા સમય માટે રોકાણ કરો. ભારતની ગ્રોથ સ્ટોરીમાં સહભાગી થાઓ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.