40 એમડબલ્યૂનો 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળવાની અપેક્ષા: ઈન્ડીગ્રીડ | Moneycontrol Gujarati
Get App

40 એમડબલ્યૂનો 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળવાની અપેક્ષા: ઈન્ડીગ્રીડ

હાલના અને નવા ભારતીય અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોની માંગ વધી રહી છે. 11 યોગ્ય રોકાણકારોને સંસ્થાકીય પ્લેસમેન્ટ દ્વારા 5.27 કરોડ રૂપિયા અલોટ કરવામાં આવશે.

અપડેટેડ 03:13:43 PM Jan 04, 2024 પર
Story continues below Advertisement

ઈન્ડીગ્રીડના સીઈઓ, હર્ષ શાહનું કહેવું છે કે કંપનીને હાલમાં 2 પ્રોજેક્ટ મળ્યા છે. કંપની પાસે 27,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ છે. CY23 કંપની પાસે 4000 કરોડ રૂપિયાના રેન્યુએબલ પ્રોજેક્ટ છે. પ્રેફરેન્શિયલ ઈશ્યુ અને QIP દ્વારા 1500 કરોડ રૂપિયા એકત્ર કરી હ્યા છે. કંપનીને બન્ને પ્રોજેક્ટ પૂરા કરવામાં 24 મહિનાનો સમય લાગશે. VRETનું અધિગ્રહણ કંપનીએ પૂરૂ કર્યું છે.

હર્ષ શાહના મતે 40 એમડબલ્યૂનો 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળવાની અપેક્ષા રાખી રહ્યા છે. કંપનીનો એયૂએમ 30000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો લક્ષ્ય રાખ્યો છે. VRET એક્વિઝિશનથી કંપનીનું સોવર ઉત્પાદન 138 MWpથી વધી 676 MWp થયું છે. કંપનીનું સોવર ઉત્પાદન પાંચ ગણું  વધ્યું છે. 8,468 સર્કિટ કિલોમીટરને આવરી લેતી 46 ટ્રાન્સમિશન લાઇનમાં છે.

હર્ષ શાહના અનુસાર 17,550 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સાથે 13 સબસ્ટેશન રાખ્યા છે. કંપનીએ બીએસઈએસ રાજધાની પાવર પાસેથી LoI મળ્યું છે. દિલ્હીમાં 20 એમડબલ્યૂ/ 40 એમડબલ્યૂએચ બીઈએસએસના પ્રોજેક્ટ ડેવલપ માટે LoI મળ્યું છે. BESS: બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ હોય છે. કંપની સંસ્થાકીય પ્લેસમેન્ટ દ્વારા 670 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કંપનીએ કુલ 1050 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.


હર્ષ શાહનું કહેવું છે કે હાલના અને નવા ભારતીય અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોની માંગ વધી રહી છે. 11 યોગ્ય રોકાણકારોને સંસ્થાકીય પ્લેસમેન્ટ દ્વારા 5.27 કરોડ રૂપિયા અલોટ કરવામાં આવશે. કંપનીએ સપ્ટેમ્બર 2023માં પ્રેફરેન્શિયલ ઈશ્યુ દ્વારા 400 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કંપની આવકનો ઉપયોગ દેવું ઘટાડવા માટે કરશે. વાઈરસેન્ટ રિન્યુએબલ એનર્જી ટ્રસ્ટ (VRET)નું અધિગ્રહણ કર્યું છે.

હર્ષ શાહના મૂજબ 4000 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર અધિગ્રહણ કર્યું છે. ક્વાર્ટર 2 નાણાકીય વર્ષ 2023-24માં એયૂએમ 63.5 ટકા પર હાસલ કર્યા છે. વિવિધ રોકાણકારો પાસેથી દેવું એકત્ર કરવામાં આવ્યું છે. યુનિટ એક્વિઝિશન પૂર્ણ થયા પછી નેટ ડેટ/એયુએમ 65 ટકા રહ્યું છે. ઇક્વિટી દ્વારા 1,500 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે યુનિટધારકોની મંજૂરી મળી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 04, 2024 3:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.