આવનારા વર્ષ 2024-25માં પ્રથમ EV કાર માર્કેટમાં લૉન્ચ કરવાની અપેક્ષા: મારૂતિ સુઝુકી | Moneycontrol Gujarati
Get App

આવનારા વર્ષ 2024-25માં પ્રથમ EV કાર માર્કેટમાં લૉન્ચ કરવાની અપેક્ષા: મારૂતિ સુઝુકી

રિટેલ વેચાણમાં ઈન્ડસ્ટ્રીનો 8 ટકાનો ગ્રોથ રહ્યો છે. આ વર્ષે 26 ટકા ગ્રોથ એસયૂવી સેગમેન્ટમાં જોવા મળ્યો છે. કુલ 40 લાખમાંથી 20 લાખ એસયૂવીનું વેચાણ થયું છે.

અપડેટેડ 03:27:24 PM Jan 02, 2024 પર
Story continues below Advertisement

મારૂતિ સુઝુકીના માર્કેટિંગ અને સેલ્સના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, શશાંક શ્રીવાસ્તવનું કહેવું છે કે હોલસેલની દૃષ્ટીએ હોલસેલનો મહિનો નરમ રહ્યો છે. રિટેલ વેચાણની દૃષ્ટીએ હોલસેલનો મહિનો સારો રહ્યો છે. રિટેલ વેચાણમાં ઈન્ડસ્ટ્રીનો 8 ટકાનો ગ્રોથ રહ્યો છે. આ વર્ષે 26 ટકા ગ્રોથ એસયૂવી સેગમેન્ટમાં જોવા મળ્યો છે. કુલ 40 લાખમાંથી 20 લાખ એસયૂવીનું વેચાણ થયું છે.

શશાંક શ્રીવાસ્તવના મતે નાની કારનું વેચાણ હાલના 30 ટકા ઘટીને આવતા વર્ષે 20 ટકા થશે. 12 મહિનામાં ઘણાં પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. અમે નવા પ્રોડક્ટ લાવીશું અને હાલના પ્રોડક્ટને અપગ્રેડ કરીશું. નાણાકીય વર્ષ 2024-25માં પહેલી ઈવી એસયૂવી કાર લોન્ચ કરીશું. અમે જાન્યુઆરીમાં કિંમતો વધારાની જાહેરાત કરી હતી. હાલમાં અમે ભાવ વધાર્યા નથી. ભાવ વધારા અંગે બે-ચાર દિવસમાં જાહેરાત કરીશું.

શશાંક શ્રીવાસ્તવના મુજબ 2023 માં 2,70,000 ગાડીઓની નિકાસ કરી છે. આ વર્ષે પણ નિકાસમાં પણ અમારું પ્રદર્શન સારું રહેશે. ભારતનો ગ્રોથ સારો રહેવાની અસર ઓટો સેક્ટર પર દેખાઈ છે. 6.5-7 ટકાના જીડીપી ગ્રોથનું અનુમાન છે એટલે ઓટો સેક્ટર પણ સારું કરશે. ઈન્ડસ્ટ્રીમાં ઘણો ઊંચો ગ્રોથ આવી ગયો છે.


શશાંક શ્રીવાસ્તવના અનુસાર આટલો ઊંચો ગ્રોથ ફરી હાંસેલ કરવો પડકારજનક રહેશે. કંપનીએ વર્ષ 2023માં 20 લાખ યુનીટના વાર્ષિક વેચાણનો માઈલસ્ટોન પાર કર્યો છે. આ પહેલા વખત આવું થયું છે કે આ વર્ષે ઈન્ડસ્ટ્રીમાં 40 લાખની ઉપર વાહનોનું વેચાણ થયું છે. આ વર્ષે ગ્રોથ એસયુવી સેગમેન્ટમાં જોવા મળી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 02, 2024 3:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.