Global Market: FED ના નિર્ણય પહેલા ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયા માર્કેટમાં મિશ્ર કારોબાર | Moneycontrol Gujarati
Get App

Global Market: FED ના નિર્ણય પહેલા ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયા માર્કેટમાં મિશ્ર કારોબાર

2023ના નવા ઉચ્ચત્તમ સ્તર પર અમેરિકાના બજાર જોવા મળ્યા. અમેરિકામાં મોંઘવારી દર અનુમાન મુજબ રહ્યા. રિટેલ મોંઘવારી અનુમાન મુજબ 0.1% ઘટી 3.1 ટકા પર રહી.

અપડેટેડ 08:37:07 AM Dec 13, 2023 પર
Story continues below Advertisement
એશિયા માર્કેટમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઉછાળો જોવામાં આવી રહ્યો છે

FED ના નિર્ણય પહેલા ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયા માર્કેટમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઉછાળો જોવામાં આવી રહ્યો છે તો ગઈકાલે અમેરિકાના બજાર વધીને બંધ થયા. ડાઓમાં લગભગ પોણા 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

2023ના નવા ઉચ્ચત્તમ સ્તર પર અમેરિકાના બજાર જોવા મળ્યા. અમેરિકામાં મોંઘવારી દર અનુમાન મુજબ રહ્યા. રિટેલ મોંઘવારી અનુમાન મુજબ 0.1% ઘટી 3.1 ટકા પર રહી. અમેરિકામાં કોર મોંઘવારી દર 4% પર યથાવત્ છે. નાસ્ડેક 100 પોઈન્ટ વધીને બંધ થયા. S&P500 અડધા વધીને બંધ થયા. 10% શેર્સ એપ્રિલ 2022 બાદ રેકોર્ડ હાઈ પર બંધ થયા.

ક્રૂડમાં આવ્યો મોટો ઘટાડો


અમેરિકામાં રિટેલ મોંઘવારી આંકડા જાહેર થયા બાદ ક્રૂડમાં મોટો ઘટાડો આવ્યો. ભાવ 4 ટકા ઘટી 73 ડૉલરની નીચે પહોંચ્યો. આજે OMCs, પેન્ટ્સ અને એવિએશન શેર્સમાં એક્શન જોવા મળી શકે છે. જૂન 2023 બાદ સૌથી નીચલા સ્તર પર ક્રૂડ પહોંચ્યુ. 1 દિવસમાં બ્રેન્ટ ક્રૂડ 4% ઘટ્યો. ભાવ 4 ટકા ઘટી 73 ડૉલરની નીચે પહોંચ્યો. WTIનો ભાવ $69ની નીચે સરક્યો. બજારમાં ઓવર સપ્લાઈની અસર જોવા મળી. માગમાં ઘટાડો આવવાની આંશકાએ ઘટાડો આવ્યો.

એશિયાઈ બજાર

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 45.50 અંકના મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.44 ટકાના વધારાની સાથે 32,987.69 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.14 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.15 ટકા વધીને 17,476.68 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.87 ટકાના ઘટાડાની સાથે 16,232.51 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.36 ટકા લપસીને 2,526.09 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 18.65 અંક એટલે કે 0.62 ટકા લપસીને 2,984.79 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 13, 2023 8:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.