Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયાના માર્કેટ મજબૂત, ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઉછાળો | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયાના માર્કેટ મજબૂત, ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઉછાળો

ગઈકાલે અમેરિકાના બજાર ઉચ્ચત્તમ સ્તર પર બંધ થયા હતા. ડાઓ 157 પોઈન્ટ વધીને બંધ થયો. નાસ્ડેક પા ટકા વધીને બંધ થયો, તો નાસ્ડેકના 86 શેર્સમાં ગઈકાલે તેજી આવી અને14 શેર્સમાં ઘટાડો આવ્યો હતો.

અપડેટેડ 08:29:27 AM Dec 12, 2023 પર
Story continues below Advertisement
એશિયાના માર્કેટ મજબૂત દેખાય રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવાને મળી રહ્યો છે

ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયાના માર્કેટ મજબૂત દેખાય રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવાને મળી રહ્યો છે. રિટેલ મોંઘવારી આંકડા પહેલા અમેરિકાના માર્કેટમાં આવી ખરીદદારી. ડાઓ 157 પોઈન્ટ વધીને બંધ થયો.

ગઈકાલે અમેરિકાના બજાર ઉચ્ચત્તમ સ્તર પર બંધ થયા હતા. ડાઓ 157 પોઈન્ટ વધીને બંધ થયો. નાસ્ડેક પા ટકા વધીને બંધ થયો, તો નાસ્ડેકના 86 શેર્સમાં ગઈકાલે તેજી આવી અને14 શેર્સમાં ઘટાડો આવ્યો હતો. જ્યારે S&P 500 અડધા ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. S&P 500 તેના નવા શિખરથી માત્ર 3 પોઈન્ટ દૂર જ રહ્યા હતા.

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 1.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.58 ટકાના વધારાની સાથે 32,983.37 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.22 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.31 ટકા વધીને 17,472.23 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.51 ટકાની મજબૂતીની સાથે 16,284.17 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.27 ટકાની તેજી સાથે 2,532.08 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 3.28 અંક એટલે કે 0.11 ટકા લપસીને 2,988.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2023 8:29 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.