Global Market: ફેડના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં જોશ હાઈ, અમેરિકાના બજારમાં શાનદાર તેજી | Moneycontrol Gujarati
Get App

Global Market: ફેડના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં જોશ હાઈ, અમેરિકાના બજારમાં શાનદાર તેજી

જેરોમ પોવેલનું કહેવુ છે કે પોલિસી વ્યાજ દરો યથાવત્ રાખવાનો નિર્ણય. આવનારા ડેટા અને બદલાતા અંદાજના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે.

અપડેટેડ 08:30:37 AM Dec 14, 2023 પર
Story continues below Advertisement
ફેડના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં જોશ હાઈ. અમેરિકાના બજારમાં શાનદાર તેજી જોવામાં આવી.

ફેડના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં જોશ હાઈ. અમેરિકાના બજારમાં શાનદાર તેજી જોવામાં આવી. ગઈકાલે ડાઓ 512 પોઈન્ટના ઉછાળા સાથે રેકોર્ડ ઉચાઈ પર બંધ થયા તો ગિફ્ટ નિફ્ટીમાં 250 પોઈન્ટની શાનદાર તેજી દેખાણી.

સતત છઠ્ઠે દિવસે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા. પહેલીવાર ડાઓ 37000ને પાર બંધ થયા. ગઈકાલે અમેરિકાના બજાર રેકોર્ડ હાઈ પર થયા. નાસ્ડેક 200 પોઈન્ટ અને S&P 500 64 પોઈન્ટ વધીને બંધ થયા. દરેક 11 સેક્ટર વધીને બંધ થયા. યુટિલિટી, રિયલ એસ્ટેટ અને હેલ્થકેરમાં સૌથી વધુ તેજી જોવા મળી. US ફેડના નિવેદનથી બજારમાં જોશ આવ્યો. US ફેડ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેડ 2024માં 3 વાર વ્યાજદર ઘટાડી શકે છે. 19 માંથી 17 પ્રતિનિધિ રેટ કટની તરફેણમાં છે.

શું બોલ્યા ફેડ ચેરમેન ?


2024 માં 3 વાર વ્યાજદર ઘટાડીશું. દર 5.25%-5.5% પર યથાવત્ છે. મોંઘવારી ઘટાડવાના પ્રયાસોની અસર જોવા મળી. ગત વર્ષની સરખામણીમાં મોંઘવારી ઘટી. 2024માં મોંઘવારી દર 2.6% પર શક્ય છે.

 

જેરોમ પોવેલનું કહેવુ છે કે પોલિસી વ્યાજ દરો યથાવત્ રાખવાનો નિર્ણય. આવનારા ડેટા અને બદલાતા અંદાજના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે. અમે અમારા મૂલ્યાંકનમાં કાળજીપૂર્વક આગળ વધી રહ્યા છીએ. લોકો હજુ રેટ વધારો લખી રહ્યા નથી. ટેબલ પરથી હાઈકીંગની શક્યતાને દૂર કરવા નથી માંગતા, પરંતુ તે હવે બેઝ કેસ નથી. ફુગાવો હળવો થયો છે પરંતુ અમારા લક્ષ્યાંક 2%થી ઉપર છે. નીચો ફુગાવો આવકાર્ય છે પરંતુ તે ધીમો પડી રહ્યો છે તે માટે વધુ પુરાવાની જરૂર છે. ફુગાવાને 2% લક્ષ્ય સુધી પહોંચવામાં થોડો સમય લાગશે.

સોના-ચાંદીની ચમક વધી

COMEX પર સોનું $2030 ને પાસ છે. COMEX પર ચાંદી $23 ને પાર નીકળી. ડૉલર ઇન્ડેક્સ, બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે ભાવમાં ઉછાળો આવ્યો. ડૉલર ઇન્ડેક્સ એક સપ્તાહની નીચે છે. ડૉલર ઇન્ડેક્સનો ભાવ $103 ની નીચે છે. USનો 10 વર્ષનો બોન્ડ યીલ્ડ 4% નીચે સરક્યો. US ફેડના નિવેદનથી કિંમતને ટેકો મળ્યો.

એશિયાઈ બજાર

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 199 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.38 ટકાના વધારાની સાથે 32,801.15 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.84 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.94 ટકા વધીને 17,632.72 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.81 ટકાના વધારાની સાથે 16,360.18 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.05 ટકાની તેજી સાથે 2,537.34 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 1.71 અંક એટલે કે 0.06 ટકા ઉછળીને 2,970.47 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 14, 2023 8:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.