Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયા MIXED, GIFT નિફ્ટીમાં મામુલી તેજી | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયા MIXED, GIFT નિફ્ટીમાં મામુલી તેજી

ગઈકાલે પણ અમેરિકાના બજાર ફ્લેટ બંધ થયા. ડાઓ જોન્સ નવા શિખર સુધી પહોંચ્યો. ડાઓ 37801.90 ના સ્તર સુધી પહોંચ્યો. S&P500 52 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યો.

અપડેટેડ 08:37:06 AM Jan 12, 2024 પર
Story continues below Advertisement
એશિયા મિશ્ર કારોબાર દેખાય રહ્યો છે. GIFT નિફ્ટીમાં મામુલી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.

ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયા મિશ્ર કારોબાર દેખાય રહ્યો છે. GIFT નિફ્ટીમાં મામુલી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. ડાઓ ફ્યૂચર્સ નીચે કારોબાર થઈ રહ્યો છે. અનુમાનથી વધારે રિટેલ મોંઘવારીના આંકડાઓ બાદ અમેરિકાના બજાર ફ્લેટ રહ્યા.

ગઈકાલે પણ અમેરિકાના બજાર ફ્લેટ બંધ થયા. ડાઓ જોન્સ નવા શિખર સુધી પહોંચ્યો. ડાઓ 37801.90 ના સ્તર સુધી પહોંચ્યો. S&P500 52 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યો. S&P500 4798.50ના સ્તર સુધી પહોંચ્યો.

અમેરિકામાં રિટેલ મોંઘવારી અનુમાનથી વધારે


અમેરિકામાં ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી અનુમાનથી 0.3% વધારે વધી 3.4% રહી. ત્યાંજ બેરોજગારીના આંકડાઓમાં આવ્યો ઘટાડો. બજારની નજર હવે આજે સાંજે જાહેર થનાર ભારતના રિટેલ મોંઘવારી અને GDP ગ્રોથના આંકડાઓ પર રહેશે.

એશિયાઈ બજાર

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 26.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.05 ટકાના વધારાની સાથે 35,422.95 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.34 ટકાનો ઘટાડો રહ્યો છે. તાઈવાનના બજાર 0.06 ટકા વધીને 17,555.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.13 ટકાના વધારાની સાથે 16,323.37 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.29 ટકા તૂટીને 2,532.97 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 13.07 અંક એટલે કે 0.45 ટકા ઉછળીને 2,899.72 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2024 8:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.