Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં 1થી 2 ટકાનો ઘટાડો, ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ નીચે | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં 1થી 2 ટકાનો ઘટાડો, ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ નીચે

ગઈકાલે અમેરિકી બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ઘણા બ્રોકરેજ હાઉસ દ્વારા ટેક કંપનીઓને ડાઉનગ્રેડ કરાઈ. ડેટ માર્કેટે પણ ગ્રોથ શેર્સ પર દબાણ બનાવ્યું.

અપડેટેડ 08:54:41 AM Jan 03, 2024 પર
Story continues below Advertisement
એશિયન માર્કેટમાં 1થી 2 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટમાં 1થી 2 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર મિશ્ર બંધ થયા હતા.

ગઈકાલે અમેરિકી બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ઘણા બ્રોકરેજ હાઉસ દ્વારા ટેક કંપનીઓને ડાઉનગ્રેડ કરાઈ. ડેટ માર્કેટે પણ ગ્રોથ શેર્સ પર દબાણ બનાવ્યું.

ક્રૂડમાં ભારે ઉતાર-ચઢાવ


ગઈકાલે ક્રૂડમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા. દિવસમાં 2% જેટલું વધ્યા ભાવ દોઢ ટકા જેટલા ઘટ્યા હતા. દિવસના અંતે ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો. બ્રેન્ટ ક્રૂડ $75ની નજીક, WTI ક્રૂડ $70ની નજીક છે. ઈરાન દ્વારા લાલ સમુદ્રમાં વૉરશિપ ડિપ્લોય કરવાના સમાચાર છે. લાલ સમુદ્રમાં તણાવ વધવાથી કાલે ભાવ વધ્યા હતા. ટ્રેડરોને સપ્લાયમાં વિક્ષેપનો કોઈ શક્યતા નથી દેખાતી. મોટા ભાગની શિપિંગ કંપનીઓએ લાલ સમુદ્ર, સુએઝ કેનાલનો રસ્તો છોડ્યો.

એશિયાઈ બજાર

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 63.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.23 ટકાના ઘટાડાની સાથે 33,464.17 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.50 ટકાનો ઘટાડો દેખાય રહી છે. તાઈવાનના બજાર 1.73 ટકા ઘટીને 17,545.64 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.13 ટકાના ઘટાડાની સાથે 17,545.64 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.02 ટકા લપસીને 2,615.83 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 1.43 અંક એટલે કે 0.05 ટકા ઉછળીને 2,963.71 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 03, 2024 8:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.