ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટની પૉઝિટીવ શરૂઆત સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ટુ નેગેટિવ દેખાય રહ્યા છે. US ફ્યુચર્સમાં મામુલી ઉછાળો જોવાને મળી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર ઘટીને બંધ થયા. નાસ્ડેક સતત પાંચમે દિવસે ઘટીને બંધ થયો.
આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY સપાટ કારોબાર જોવાને મળી રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 0.44 ટકાના વધારાની સાથે 33,430.89 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.12 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.11 ટકા વધીને 17,561.44 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.11 ટકાના ઘટાડાની સાથે 16,627.87 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં ફ્લેટ કારોબાર દેખાય રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.11 ટકા ઉછળીને 2,957.68 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.