Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં નરમાશ | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં નરમાશ

રજાઓ બાદ અમેરિકાના બજારોમાં તેજીની આશા જોવાને મળી છે. અમેરિકાના વાયદા બજારથી સારા સંકેતો મળી રહ્યા છે. મોટાભાગના એશિયન બજાર 4 જાન્યુઆરી સુધી બંધ થયા છે.

અપડેટેડ 09:59:31 AM Jan 02, 2024 પર
Story continues below Advertisement
એશિયન માર્કેટમાં નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી અને ડાઓ ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળ્યા છે. એશિયન માર્કેટમાં નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી અને ડાઓ ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. ક્રૂડમાં તેજીનો મૂડ જોવાને મળી રહ્યો છે. ભાવ 78 ડૉલરને પાર દેખાયો.

રજાઓ બાદ અમેરિકાના બજારોમાં તેજીની આશા જોવાને મળી છે. અમેરિકાના વાયદા બજારથી સારા સંકેતો મળી રહ્યા છે. મોટાભાગના એશિયન બજાર 4 જાન્યુઆરી સુધી બંધ થયા છે.

ચાઈનાના નબળા આંકડા


અનુમાનથી નબળા રહ્યા મેન્યુફેક્ચરિંગ PMI નાં આંકડા જોવાને મળી રહ્યા છે. બજારને મેન્યુફેક્ચરિંગ PMI 49.5 રહેવાની આશા હતી. NBS મેન્યુફેક્ચરિંગ PMI ડિસેમ્બરમાં ઘટીને 49 પર રહ્યાં. NBS મેન્યુફેક્ચરિંગ PMI નવેમ્બર 2023માં 49.4 પર રહ્યા હતા. સતત ત્રીજા મહિને મેન્યુફેક્ચરિંગ PMIમાં ઘટાડો જોવા મળ્યો.

જાપાન: નવા વર્ષની ખરાબ શરૂઆત

1 જાન્યુઆરીએ 3 કલાકમાં ભૂકંપના 30 ઝટકા આવ્યા. પશ્ચિમી ક્ષેત્રમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. સરકારે સુનામીની ચેતવણી પણ જાહેર કરી દીધી છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 11.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.23 ટકાના ઘટાડાની સાથે 33,464.17 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.37 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.63 ટકા ઘટીને 17,684.59 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.87 ટકાના વધારાની સાથે 17,823.54 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.13 ટકા ઘટાડાની સાથે 2,970.94 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 02, 2024 9:01 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.