Global Market: વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો, મોટાભાગના એશિયન બજારો મજબૂત, ગિફ્ટ નિફ્ટીમાં 80 પોઈન્ટથી વધુનો વધારો | Moneycontrol Gujarati
Get App

Global Market: વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો, મોટાભાગના એશિયન બજારો મજબૂત, ગિફ્ટ નિફ્ટીમાં 80 પોઈન્ટથી વધુનો વધારો

GIFT NIFTY 83.50 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. જ્યારે, નિક્કી લગભગ 0.53 ટકાના ઘટાડા સાથે 33,503.94 ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે, સ્ટ્રેટ ટાઇમ્સ 1.50 ટકાની મજબૂતી જોવા મળી છે. તાઈવાનનું બજાર 0.07 ટકાના ઘટાડા સાથે 17,879.09ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.28 ટકા વધીને 16,837.56 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 08:59:24 AM Dec 28, 2023 પર
Story continues below Advertisement

Global Market: વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો જોવા મળી રહ્યા છે. મોટાભાગના એશિયન બજારો મજબૂત જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે ડાઓ ફ્યૂચર્સ ફ્લેટ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે અમેરિકી indicesમાં થોડી તેજી આવી રહી છે. S&P 500 ઈન્ડેક્સ નવા ટોચની નજીક બંધ થયો છે. અમેરિકી બાજર ગઈ કાલે રિકૉર્ડ સ્તરોની નજીક બંધ થયો હતો.

S&P 500માં તેજી

S&P 500 ઈન્ડેકસ રેકોર્ડ ક્લોઝિંગથી 15 પોઈન્ટ્સ દૂર બંધ થયો હતો. 3 જાન્યુઆરી 2022એ રેકોર્ડ સ્તરો પર બંધ થયો હતો. 2023માં હાલ સુધી S&P 500 ઈન્ડેક્સ 24 ટકાથી વધારેની તેજી જોવા મળી રહી છે.


ક્રૂડમાં દબાણ

ક્રૂડ ઑઈલના ભાવમાં દબાણ જોવા મળ્યો છે. ક્રૂડ ઑઈલના ભાવમાં એખ દિવસમાં 2 ટકાથી વધું ઘટાડો જોવા મળ્યો છે. તેની સાથે બ્રેન્ટ ક્રૂડ ઑઈલના ભાવ 80 ડૉલર પ્રતિ બેરલની નીચે ઘટી ગયો છે. WTI ક્રૂડના ભાવ પણ 75 ડૉલર પ્રતિ બેરલની નીચે છે. અમેરિકાની તરફ સુરક્ષાનો વિશ્વાસ મળ્યા બાદ લાલ સાગરમાં હવે શિપિંદ કંપનિયો પરત આવી રહી છે.

એશિયાઈ બજાર

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 83.50 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. જ્યારે, નિક્કી લગભગ 0.53 ટકાના ઘટાડા સાથે 33,503.94 ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે, સ્ટ્રેટ ટાઇમ્સ 1.50 ટકાની મજબૂતી જોવા મળી છે. તાઈવાનનું બજાર 0.07 ટકાના ઘટાડા સાથે 17,879.09ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.28 ટકા વધીને 16,837.56 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે, કોસ્પીમાં 0.91 ટકાના વધારાની સાથે 2638.77 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.67 ટકાના વધારા સાથે 2934.01 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 28, 2023 8:29 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.