Global Market: વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT નિફ્ટીમાં મજબૂતી | Moneycontrol Gujarati
Get App

Global Market: વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT નિફ્ટીમાં મજબૂતી

GIFT NIFTY 63.00 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. જ્યારે, નિક્કી લગભગ 0.19 ટકાના વધારા સાથે 33,204.89 ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે, સ્ટ્રેટ ટાઇમ્સ 0.57 ટકાની વધારો જોવા મળી છે. તાઈવાનનું બજાર 0.32 ટકાના વધારા સાથે 17,599.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.35 ટકા વધીને 16,679.44 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 09:02:42 AM Dec 22, 2023 પર
Story continues below Advertisement

ગ્લોબલ માર્કેટથી સારા સંકેત મળી રહ્યા છે. એશિયા બજાર મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યો છે. GIFTY NIFTY પણ હળવા વધારા સથે જોવા મળી રહ્યા છે. ગઈકાલે અમેરિકી બજારમાં પણ જોરદાર રિકવરી જોવા મળી છે. ડાઓ જોન્સ 300 અંકથી વધું વધ્યો છે જ્યારે નેસ્ડેકમાં પણ સવા ટકાથી વધુની તેજી આવી છે. નીચલા સ્તરો પર US માર્કેટમાં રિકવરી આવી છે. અમેરિકી બજાર ગઈ કાલે તેજીની સાથે બંધ થયો છે. બજારે 2024માં US માં દરો ઘટવાની આશા છે. S&P 500 ઈન્ડેક્સ અને નેસ્ડેક ગઈકાલે 1 ટકાથી વધીને બંધ થયો છે. S&P 500 ઈન્ડેક્સના તમામા પ્રમુખ 11 સેક્ટર તેજી જાવા મળી છે.

માઇક્રોન ટેકમાં જોવા મળી તેજી

કંપની અનુમાનથી સારા ક્વાર્ટર પરિણામની આશા કરી રહી છે. કંપનીની $5300 કરોડ આવકની આશા છે. 2024માં ચીપની સપ્લાઇ સામાન્ય થવાની આશા છે. કાલે કંપનીના શેરમાં લગભગ 9 ટકાની તેજી જોવા મળી છે.


આજે એશિયાઈ બજારોમાં રોકાણકાર જાપાન અને મલેશિયાના નવેમ્બરના મોંઘવારી આંકડા અને તાઈવાનના બેરોઝગારીના આંકડાની રાહ કરી રહી છે. તેના સિવાય આજે ઑસ્ટ્રેલિયાના નવેમ્બરના ક્રેડિટ આંકડાને પણ રાહી જાઈ રહ્યા છે.

એશિયાઈ બજાર

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં વધારા સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 63.00 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. જ્યારે, નિક્કી લગભગ 0.19 ટકાના વધારા સાથે 33,204.89 ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે, સ્ટ્રેટ ટાઇમ્સ 0.57 ટકાની વધારો જોવા મળી છે. તાઈવાનનું બજાર 0.32 ટકાના વધારા સાથે 17,599.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.35 ટકા વધીને 16,679.44 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે, કોસ્પીમાં 0.26 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.31 ટકાના વધારા સાથે 2,909.76 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 22, 2023 8:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.