સરકાર નાણાંકીય ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેશે: નિપુણ મહેતા | Moneycontrol Gujarati
Get App

સરકાર નાણાંકીય ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેશે: નિપુણ મહેતા

નિપુણ મહેતાના મુજબ લક્ઝરી ગુડ્ઝના કન્ઝમ્પશનમાં વધારો થયો છે. હવે કન્ઝમ્પશનની પેટર્ન બદલાઈ છે. ટેક્સની સ્થિર પદ્ધતિ હોય તે રોકાણકાર માટે સારી બાબત છે. HNIs માટે થોડો ટેક્સ આવનારા સમયમાં વધતો જોવા મળે.

અપડેટેડ 03:22:30 PM Jan 23, 2024 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

નિપુણ મહેતાનું કહેવુ છે કે બજારમાં હાલ FIIsની વેચવાલીનું દબાણ છે. પરિણામ આશા મુજબ રહ્યા છે વધુ નબળા નથી. ગ્રામિણ ખર્ચને બૂસ્ટ મળે તેવા પગલા આવી શકે છે. ઈન્ફ્રા પરના ખર્ચમાં પણ વધારો થાય તેવી આશા છે. ખાનગી સેક્ટરના કેપેક્સને બૂસ્ટ આપતી જાહેરાતથી બજાર ખુશ થશે.

Union Budget 2024: કેંદ્ર સરકારના કર્મચારીઓને બજેટમાં મળી શકે છે મોટી ભેટ, DA માં વધારાની સંભાવના

નિપુણ મહેતાના મતે સરકાર વિનિવેશના લક્ષ્ય વધારે તેવી આશા છે. સરકાર નાણાંકીય ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેશે. રિન્યુએબલ એનર્જી પર ફોકસ વધી રહ્યો છે. સરકારના રોકાણથી પાવર સેક્ટરમાં ફોકસ વધી શકે છે. ગ્રામિણ માગ વધારવા કૃષિ આધારીત જાહેરાત આવી શકે છે.


PM MODI: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીની મોટી જાહેરાત, ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના' કરી જાહેર

નિપુણ મહેતાના મુજબ લક્ઝરી ગુડ્ઝના કન્ઝમ્પશનમાં વધારો થયો છે. હવે કન્ઝમ્પશનની પેટર્ન બદલાઈ છે. ટેક્સની સ્થિર પદ્ધતિ હોય તે રોકાણકાર માટે સારી બાબત છે. HNIs માટે થોડો ટેક્સ આવનારા સમયમાં વધતો જોવા મળે. ITમાં સ્લોડાઉન જરૂર, પણ મોટો ઘટાડો શક્ય નથી. ફાર્મા સેક્ટરના પરિણામ પર સારા આવવાની આશા છે.

MoneyControl News

MoneyControl News

Tags: #share market

First Published: Jan 23, 2024 3:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.