ELIXIR ઇક્વિટીઝના દિપન મેહતાનું કહેવું છે કે હાલમાં બજાર હવે પરિણામની રહા જોશે. બજારમાં ટાઈમ વાઈઝ કરેક્શન આવી શકે છે. આ સ્તરથી મિડકેપમાં વધુ તેજી આવશે તો અમે સાવચેત રહીશું. ઘણાં બધા સેક્ટરમાં ઓવરવેલ્યુએશન આવી ગયું છે. અમુક સેક્ટરમાં વેલ્યુએશન યોગ્ય સ્તરે પહોંચી ગયા છે.
દિપન મેહતાના મતે દરેક સ્થિતિ માટે રોકાણકારે તૈયાર રહેવું જોઈએ. આ સ્તરે રોકાણ માટેના નાણા પકડી રાકવા જોઈએ. 10-15 ટકાના ઘટાડે સારા સ્ટૉકમાં રોકાણ કરવું જોઈએ. અત્યારે એવો સમય છે કે જ્યાં કઈ ન કરવું પણ સારું રણનીતિ છે. બેન્કિંગમાં જો એક્સપોઝર ન હોય તો થોડું રોકાણ બેન્કિંગ કરો.