શિસ્તતાથી રોકાણ કરો અને આટલા રિટર્નથી સંતોષ માનો, 4 વર્ષમાં ભારતના લોકો SIP તરફ વળ્યા - કલ્પેન પારેખ
કલ્પેન પારેખના મતે IT હાલ ડિફેન્સિવ સેક્ટર છે. અહીં લાંબો સમય ગ્રોથ રેન્જમાં હોઈ શકે છે. કોરોના બાદ આ સેક્ટર ITમાં મોટી તેજી જોઈ હતી. IT પર અમે હાલ અંડરવેઈટ છીએ.
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DSP મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ કલ્પેન પારેખ પાસેથી.
કલ્પેન પારેખનું કહેવુ છે કે બજારમાં પર ભરોસો રાખનારા માટે 2023માં સારા રિટર્ન બન્યા. સારા વર્ષ બાદ એક-બે વર્ષ સામાન્ય રિટર્ન મળે તેની તૈયારી રાખો. ઈક્વિટીનું લાંબાગાળાનું રિટર્ન 12-14% જેટલું જ હોય છે. શિસ્તતાથી રોકાણ કરો અને આટલા રિટર્નથી સંતોષ માનો.
કલ્પેન પારેખના મતે એકાદ વર્ષ માટે ક્યારેક મોટો ઉછાળો જોવા મળી શકે. વાર્ષિક વળતરને ધારવા ઘણાં અઘરા હોય છે. ભારતીય કંપનીઓની નફાકારકતા વધી રહી છે. વિશ્વમાં ગ્રોથ નથી જ્યારે ભારતમાં 6-7%નો ગ્રોથ છે. 4 વર્ષમાં ભારતના લોકો SIP તરફ વળ્યા છે. બજારમાં ફ્લો અને નફાકારકતા વધતા વેલ્યુએશન વધ્યા છે. વેલ્યુએશન વધે તો મોટાભાગે રિટર્ન ઘટી શકે છે. વેલ્યુએશન બમણાથી વધારે હોય તેવા શેર્સથી દૂર રહે છે.
કલ્પેન પારેખનું માનવું છે કે બેન્કમાં 3-4 વર્ષમાં કંસોલિડેશન થયું છે. બેન્કોની સ્થિતિ સુધરી, ક્રેડિટ ગ્રોથ આવ્યો, NPA ઘટ્યા. બેન્ક, NBFCsમાં જોઈએ એટલી તેજી આવી નથી. અત્યારે બેન્ક ઘણાં આકર્ષક વેલ્યુએશન પણ છે. હેલ્થકેરમાં પણ સારી તેજી જોવા મળી શકે છે.
કલ્પેન પારેખના મુજબ પોઝિટિવ પરિબળો તમામ બેન્ક માટે સરખી રીતે કામ કરે છે. કેપેક્સનો ફયાદો PSU અને ખાનગી બન્નેને બેન્કોને ફાયદો થાય છે. PSU બેન્કોમાં અટકેલી તેજી 2023માં આગળ વધી છે. પ્રાઈવેટ સેક્ટરમાં બેન્કમાં વધુ તકો જોવા મળી રહી છે. ઈન્શ્યોરન્સ અને વેલ્થ મેનેજમેન્ટમાં પણ રોકાણ કરી શકાય. હેલ્થકેરમાં હવે સારો ગ્રોથ મળશે. લાંબાગાળા માટે હેલ્થકેર અને બેન્કિંગમાં રોકાણ કરી શકાય.
કલ્પેન પારેખનું કહેવુ છે કે ઈન્ફ્રામાં માર્જિન અને નફામાં ગ્રોથ જોવા મળી શકે છે. હવે ઈન્ફ્રામાં નવા સેક્ટરનો ઉદય થઈ રહ્યો છે. એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, પાઈપ બનાવતી કંપનીઓ ઊભી થઈ. સેક્ટરમાં મુમેન્ટમ છે, પણ ભાવ ઘણાં વધી ગયા છે. અમે રેલવે, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશનવાળું એક ફંડ છે. હવે આ સેક્ટરમાં SIP દ્વારા રોકાણ કરવું જોઈએ.
કલ્પેન પારેખના મતે IT હાલ ડિફેન્સિવ સેક્ટર છે. અહીં લાંબો સમય ગ્રોથ રેન્જમાં હોઈ શકે છે. કોરોના બાદ આ સેક્ટર ITમાં મોટી તેજી જોઈ હતી. IT પર અમે હાલ અંડરવેઈટ છીએ.
કલ્પેન પારેખનું માનવું છે કે નફાકારકતા અત્યારે ઉપર છે, માર્જિન પણ સારા સ્તરે છે. રેવેન્યુ ગ્રોથ હાલ સિંગલ ડિજીટ રહ્યું છે. રિઝનેબલ ગ્રોથ અને રિઝનેબલ વેલ્યુએશન પર ખરીદી કરવી જોઈએ. નફાકારકતા અને માર્જિન હાલ ઊંચા છે એટલે તે સ્થિર રહે છે તેના પર નજર રહેશે. મોટેભાગના સેક્ટર અત્યારે સારા લાગી રહ્યા છે. અસેટ અલોકેશન અત્યારે થોડું ઘટાડવું જોઈએ. અત્યારે હાઈબ્રિડ ફંડમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. લાંબાગાળા માટે SIP કરતા લોકો માટે અત્યારે રોકાણ યથાવત્ રાખવું.
કલ્પેન પારેખના મુજબ અત્યારે ભારત અને વિદેશમાં રોકાણ કરવું જોઈએ. થોડું રોકાણ ડેટમાં પણ રોકાણ કરવું જોઈએ. થોડું રોકાણ સોનામાં કરવું જોઈએ, સોનામાં રોકાણ વધારવું નહીં. 65% રોકાણ ગ્રોથમાં અને 35% રોકાણ ડિફેન્સમાં રાખવું જોઈએ.