હેમાંગ જાનીનું કહેવુ છે કે વૈશ્વિક બજારમાં હાલ ઘટાડો આવ્યો છે. આજનો ઘટાડો થોડો અસ્વાભાવિક છે. કરેક્શન બાદ બજાર કંસોલિડેશનમાં જઈ શકે છે. IT કંપનીઓના પરિણામ ઘણાં સારા છે. બજારની ગ્રોથની અપેક્ષા કરતા મેનેજમેન્ટ આશાવાદી છે.
હેમાંગ જાનીનું કહેવુ છે કે વૈશ્વિક બજારમાં હાલ ઘટાડો આવ્યો છે. આજનો ઘટાડો થોડો અસ્વાભાવિક છે. કરેક્શન બાદ બજાર કંસોલિડેશનમાં જઈ શકે છે. IT કંપનીઓના પરિણામ ઘણાં સારા છે. બજારની ગ્રોથની અપેક્ષા કરતા મેનેજમેન્ટ આશાવાદી છે.
હેમાંગ જાનીના મતે IT સ્ટોક્સમાં ખરીદદારી કરવી જોઈએ. HCL ટેક, LTTS, કોફોર્જમાં ખરીદી કરી શકાય. લાર્જકેપ ITમાં 10% અને મિડકેપ ITમાં 5% એક્સપોઝર લેવું જોઈએ. બજારને HDFC બેન્ક પાસેથી સારા પરિણામની આશા હતી. NII, NIMs અને ડિપોઝીટમાં થોડી ચિંતા જોવા મળી.
હેમાંગ જાનીના મુજબ HDFC બેન્કમાં બજાર કરતા ઓછું પ્રદર્શન જોવા મળી શકે. અહીંથી ઈન્શ્યોરન્સમાં રોકાણ કરવું જોઈએ. ઈન્શ્યોરન્સમાં ICICI લોમ્બાર્ડ, HDFC લાઈફમાં રોકાણ કરી શકાય. બેન્કોના પરિણામ સારા નહીં આવે તો ઈન્શ્યોરન્સમાં રોકાણ આવશે. LICમાં નીચેના સ્તરે ખરીદી હોય તો હાલ નફો બૂક કરી લેવો જોઈએ.
હેમાંગ જાનીનું માનવું છે કે PSU બેન્કમાં નફો બૂક કરો અને અન્ય સેક્ટરમાં રોકાણ કરી શકાય. LIC હાઉસિંગ ફાઈનાન્સમાં હાલમાં રોકાણ કરી શકાય છે. અમુક સરકારી કંપનીઓમાં વેલ્યુએશન વધી ગયા છે. SAIL, NBCC, NMDCમાં રોકાણ કરી શકાય છે. ઓટોમાં હાલમાં નવું રોકાણ નહીં કરવું.
હેમાંગ જાનીનું કહેવુ છે કે ઓટો એન્સિલરીમાં ગ્લોબલ કંપનીઓમાં રોકાણ કરી શકાય. રિયલ એસ્ટેટમાં ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી જોઈએ. પાવર સેક્ટરમાં ગુણવત્તા સભર કંપનીઓમાં રોકાણ કરવું. NTPC અને ટાટા પાવરમાં રોકાણ કરી શકાય છે. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં ટાઈટનમાં રોકાણ કરી શકાય છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.