આગામી ક્વાર્ટર્સમાં પણ માર્જિન યથાવત્ રહેવાની અપેક્ષા: એશિયન પેન્ટ્સ | Moneycontrol Gujarati
Get App

આગામી ક્વાર્ટર્સમાં પણ માર્જિન યથાવત્ રહેવાની અપેક્ષા: એશિયન પેન્ટ્સ

વૈશ્વિક કારણોસર ક્રૂડના ભાવમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. પ્રાઈસ કરેક્શનને લઈ વેઈટ એન્ડ વૉચની સ્થિતી બની રહી છે. માર્કેટમાં નવી કંપનીઓનું આવવું એ કંઈ નવી વાત નથી.

અપડેટેડ 02:54:05 PM Jan 18, 2024 પર
Story continues below Advertisement

એશિયન પેન્ટ્સના એમડી અને સીઈઓ, અમિત સિંઘલનું કહેવું છે કે આ ક્વાર્ટર અપેક્ષા કરતાં વધુ સારું રહ્યું છે. ઓવરઓલ ગ્રોથને તહેવારોની માંગને ટેકો મળ્યો હતું. નવેમ્બર સુધી ગ્રોથ સારો હતો. ડિસેમ્બરમાં ગ્રોથ થોડો ધીમો પડ્યો છે. આ ક્વાર્ટરમાં વોલ્યુમ ગ્રોથ 12 ટકા રહ્યો છે. કંપનીનો વેલ્યુ ગ્રોથ અંદાજ મુજબ રહ્યો છે. માર્જિન મોરચે પણ કંપનીનું પ્રદર્શન સારું રહ્યું છે.

અમિત સિંઘલે વધુમાં કહ્યું છે કે ગ્રોસ માર્જિન ઓલ ટાઈમ હાઈ પર રહ્યા છે. ડિફ્લેશનને કારણે માર્જિન યથાવત્ રહ્યા છે. આગામી ક્વાર્ટર્સમાં પણ માર્જિન યથાવત્ રહેવાની અપેક્ષા છે. ચીન અને યુએસ માર્કેટમાં માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. ભાવ ઘટાડાની અસર થોડા સમય પછી જોવા મળે છે. ક્વાર્ટર 4 માં ભાવ કરેક્શન અંગે હજુ સ્પષ્ટ નથી થયો. વૈશ્વિક કારણોસર ક્રૂડના ભાવમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.

અમિત સિંઘલના અનુસાર પ્રાઈસ કરેક્શનને લઈ વેઈટ એન્ડ વૉચની સ્થિતી બની રહી છે. માર્કેટમાં નવી કંપનીઓનું આવવું એ કંઈ નવી વાત નથી. ઘણી મોટી અને નાની કંપનીઓ પહેલેથી જ બજારમાં હાજર છે. બજારમાં ઘણી જૂની કંપનીઓને કારણે મોટો પડકાર મળતા જોવા મળી રહ્યા છે. નવી કંપની માર્કેટમાં સફળ થવી એ મોટી વાત છે.


MoneyControl News

MoneyControl News

First Published: Jan 18, 2024 2:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.