3-5 વર્ષમાં બજારમાં 13-15% વળતર જોવા મળી શકે- મિહિર વોરા | Moneycontrol Gujarati
Get App

3-5 વર્ષમાં બજારમાં 13-15% વળતર જોવા મળી શકે- મિહિર વોરા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સના ડાયરેક્ટર અને CIO મિહિર વોરા પાસેથી.

અપડેટેડ 03:06:02 PM Jan 03, 2024 પર
Story continues below Advertisement
મિહિર વોરાના મુજબ ફાઈનાન્શિયલ સેક્ટરમાં અસેટ ક્વોલિટી-ક્રેડિટ ગ્રોથ મહત્વના છે. કોર્પોરેટ લોનમાં ગ્રોથ આવે તો બેન્કોમાં તેજી આવી શકે છે.

મિહિર વોરાનું કહેવુ છે કે 2023નું વર્ષ ઘણું સારું રહ્યું છે. બજારમાં આવેલા રિટર્ન ભારતની મજબૂતાઈ દર્શાવે છે. કોરોના બાદ 3 વર્ષ અર્થતંત્રમાં સારો ગ્રોથ જોવા મળ્યો. ભારતનો ગ્રોથ આવતા વર્ષમાં સારો રહેવાનો છે. બે-ત્રણ વર્ષમાં નિફ્ટીની કંપનીઓમાં 12-15%ના ગ્રોથની આશા છે.

મિહિર વોરાના મતે હાલના વેલ્યુએશન સરેરાશથી થોડા વધારે છે. 3-5 વર્ષમાં બજારમાં 13-15% વળતર જોવા મળી શકે છે. નવું વિદેશી રોકાણ આવે તેવા સંકેતો પણ હાલ બની રહ્યા છે. હાલમાં ગ્રોથ K શેપ આવી રહ્યો છે. ઓછી આવક ધરાવતા વર્ગથી કન્ઝમ્પશન નથી આવી રહ્યું.

મિહિર વોરાનું માનવું છે કે સરકાર ઓછી આવકવાળા વર્ગ માટે સબ્સિડીઓ જાહેર કરી શકે છે. બચતમાં થોડી બ્રેક લાગી છે, પણ તે નાણાં બજારમાં આવી રહ્યા છે. રિટેલ લોનમાં આવેલા ગ્રોથ અંગે RBI પણ ચેતવણી આપી છે. 2018 બાદ કેપિટલ માટેની જરૂરિયાતના નિયમો RBIએ બદલ્યા છે. રિટેલ લોનના NPAs એટલા ગંભીર નથી હોતા.


Adani Group Stocks: સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અદાણી ગ્રુપના શેરોમાં આવી 11% તેજી

મિહિર વોરાના મુજબ ફાઈનાન્શિયલ સેક્ટરમાં અસેટ ક્વોલિટી-ક્રેડિટ ગ્રોથ મહત્વના છે. કોર્પોરેટ લોનમાં ગ્રોથ આવે તો બેન્કોમાં તેજી આવી શકે છે. બેન્ક અને NBFCsમાં વેલ્યુએશન હાલ આકર્ષક છે. સ્થાનિક અર્થતંત્રનું પ્રદર્શન ઘણું સારું રહેશે. ઈન્ફ્રા, કેપિટલ ગુડ્ઝ અને ઉત્પાદન ક્ષેત્રમાં તેજી દેખાશે.

મિહિર વોરાનું કહેવુ છે કે ડિફેન્સ અને રેલવેમાં પ્રદર્શન સારું રહેવાની આશા છે. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળી શકે છે. ફાર્મા સેક્ટર એક ડાર્ક હોર્સ બની શકે છે. ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો ગ્રોથ ઘણો ઓછો અને શક્યતાઓ વધારે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 03, 2024 3:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.