બજારમાં Q3ના પરિણામ પર વધારે ફોકસ રહેશે, બેઝ ઈફેક્ટ મોટી હોવાને કારણે પરિણામમાં નરમાશ શક્ય - દિપન મહેતા | Moneycontrol Gujarati
Get App

બજારમાં Q3ના પરિણામ પર વધારે ફોકસ રહેશે, બેઝ ઈફેક્ટ મોટી હોવાને કારણે પરિણામમાં નરમાશ શક્ય - દિપન મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ELIXIR ઇક્વિટીઝના દિપન મેહતા પાસેથી.

અપડેટેડ 04:02:53 PM Jan 05, 2024 પર
Story continues below Advertisement

દિપન મહેતાનું કહેવુ છે કે 2024માં બધુ બરાબર દેખાઈ રહ્યું છે. બજારમાં બધુ બરાબર હોય ત્યારે જ કોઈ સમસ્યાઓ આવી છે. જોકે અત્યારે બજારમાં થોડું સાવચેત રહેવું જરૂરી છે. અત્યારે બજારમાં Q3ના પરિણામ પર વધારે ફોકસ રહેશે. Q3ના પરિણામોમાં સામાન્ય નરમાશ જોવા મળી શકે છે.

દિપન મહેતાના મતે બેઝ ઈફેક્ટ મોટી હોવાને કારણે પરિણામમાં નરમાશ શક્ય છે. આ ચિંતાને કારણે બજારમાં થોડો ઘટાડો આવી શકે છે. સીધા બજારમાં ટ્રેડિંગ કરતા હોવ તો જોખમ ઘટાડવું જોઈએ. લાંબાગાળા રોકાણકારોએ હાલમાં થોડા રોકડા રાખવા જોઈએ. ટ્રેડરોએ ખોટમાં પોતાની પોઝિશન કટ કરવી પડશે.

Ayodhya Ram Mandir: ઇલેક્ટ્રિક કારથી કરી શકશો ‘રામલલ્લા'ના દર્શન! અયોધ્યામાં તૈનાત કરાઈ TATAની આ કાર, જાણો વિગતો


દિપન મહેતાનું માનવું છે કે આ સ્થિતિમાં નવા રોકાણથી દૂર રહેવું જોઈએ. આવા સમયે રોકાણ કરવું હોય તો નિફ્ટી 50ના સ્ટોકમાં રોકો. ડિફેન્સિવ બેટ તરીકે FMCG સ્ટોક્સમાં રોકાણ કરી શકાય. અત્યારે લાર્જકેપ બેન્કમાં રોકાણ કરવું જોઈએ. અત્યારે ઘણાં વેલ્યુએશન પરફેક્ટ જગ્યાએ, જ્યાંથી ન ખરીદવું.

દિપન મહેતાના મુજબ વૈશ્વિક ફ્લો લાર્જકેપ સ્ટોક્સમાં જ વધારે આવશે. એટલે એ દૃષ્ટીએ પણ લાર્જકેપમાં જ રોકાણ કરવું જોઈએ. હોસ્પિટલના પરિણામ સારા અને ધીમે ધીમે ગ્રોથના રસ્તે છે. ફાર્મામાં પણ ડિફેન્સિવ રોકાણ કરી શકાય છે. એરલાઈન્સમાં ઈન્ટરગ્લોબ એવિએશનમાં રોકાણ કરી શકાય. ઈન્ડિયન હોટેલ્સ, એપોલો હોસ્પિટલ, નારાયણ હેલ્થમાં રોકાણ કરો.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 05, 2024 4:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.