સીએલએસએ એ ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 168 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને GST ડિમાન્ડ નોટીસ મળી.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
મેટલ પર જેફરિઝ
જેફરિઝે મેટલ પર JSW સ્ટીલ માટે રેટિંગ અપગ્રેડ કરી હોલ્ડ કર્યા. તેના પર લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિશેરથી વધારી 800 રૂપિયા પ્રતિશેર કર્યા. કોલ ઈન્ડિયા માટે ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 425 રૂપિયા પ્રતિશેરથી વધારી 450 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. હિન્ડાલ્કો માટે ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 660 રૂપિયા પ્રતિશેરથી વધારી 725 રૂપિયા પ્રતિશેર કર્યા છે. ટાટા સ્ટીલ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 160 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ માટે FY24-26 માટે વોલ્યુમ CAGR 6-15% રહ્યા. કોલ ઈન્ડિયા માટે FY25-26 માટે EPS 19-21% રહેવાનો અંદાજ છે. કોલ ઈન્ડિયા માટે FY25 માટે PE 7.3 ગણા રહેવાની અપેક્ષા છે. કોલ ઈન્ડિયા માટે ડિવિન્ડ યીલ્ડ 7% રહેવાની અપેક્ષા છે.
Zomato પર CLSA
સીએલએસએ એ ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 168 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને GST ડિમાન્ડ નોટીસ મળી. કંપનીએ 31 ડિસેમ્બરે અસ્થાયી ધોરણે પ્લેટફોર્મ ફી વધારીને 9 રૂપિયા કરી હતી. કંપનીને 31 ડિસેમ્બરમાં સૌથી મોટા ઓર્ડર મળ્યા.
લ્યુપિન પર નોમુરા
નોમુરાએ લ્યુપિન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1290 રૂપિયા પ્રતિશેરથી વધારી 1593 રૂપિયા પ્રતિશેર કર્યા છે. તેમનું કહેવુ છે કે USમાં દવા લોન્ચ, EM, યુરોપ અને ભારતમાં ગ્રોથથી માર્જિનનાં સુધારો થયો. નાણાકીય વર્ષ 24/25/26 માટે EPS 8%/2%/14% રહેવાનો અંદાજ છે.
લેમન ટ્રી પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે લેમન ટ્રી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 150 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.