Global Market: વૈશ્વિક બજારના નબળા સંકેતો, એશિયન બજારો પર દબાણ, ગિફ્ટ નિફ્ટી 111 પોઈન્ટ તૂટ્યો | Moneycontrol Gujarati
Get App

Global Market: વૈશ્વિક બજારના નબળા સંકેતો, એશિયન બજારો પર દબાણ, ગિફ્ટ નિફ્ટી 111 પોઈન્ટ તૂટ્યો

GIFT NIFTY 111.00 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે, નિક્કી લગભગ 1.52 ટકાના ઘટાડા સાથે 33,171.43 ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે, સ્ટ્રેટ ટાઇમ્સ 0.28 ટકાની મજબૂતી જોવા મળી છે. તાઈવાનનું બજાર 0.57 ટકાના ઘટાડા સાથે 17,534.25ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.

અપડેટેડ 09:06:58 AM Dec 21, 2023 પર
Story continues below Advertisement

વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો જોવા મળી રહ્યા છે. એશિયન બજારો પર ખાસ દબાણ જોવા મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી પણ નીચે કારોબાર કરી રહ્યો છે. પ્રોફિટબુકિંગને કારણે અમેરિકી બજારમાં ગઈકાલે પણ વેચવાલી રહી છે. ડાઓ 475 અંક તૂટીને બંધ થયો છે. અમેરિકી બજાર ગઈકાલે ભારી ઘડાટાની સાથે બંધ થયો છે. 7 સપ્તાહની તેજી બાદ બજારમાં પ્રોફિટબુકિંગ આવ્યો છે. ડાઓ જોન્સના 30 શેર ગઈ કાલે ઘટીને બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સના તમામ પ્રમુખ 11 સેક્ટર્સમાં દબાણ જોવા મળ્યો છે. 26 ઑક્ટોબરે તમામ ઈન્ડેક્સ 1 ટકાથી વધું ઘટ્યો છે.

આ વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી અને તે 102 ના પાર નિરળી ગયો છે. બિટકૉઈન 2.5 ટકા વધીને તેનો ભાવ 43400 ડૉલરના પાર નિકળ્યો છે. 2023માં અત્યાર સુધી બિટકૉઈન 158 ટકા વધ્યો છે.

સોનાની ચમક ઝાંખી


2 દિવસની તેજી બાદ સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. કોમેક્સ પર સોના $2040 ની નીચે ભાવ સરક્યો છે.

ક્રૂડમાં દબાણ

સતત બીજા દિવસે કાચા તેલ પર દબાણ જોવા મળ્યો છે. ગઈકાલે બ્રેન્ટનો ભાવ $80 ને પાર કર્યો હતો. આજે બ્રેન્ટમાં $80 ની નીચે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે WTI નો ભાવ પણ $74 ની નીચે સરક્યો છે.

એશિયાઈ બજાર

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં ઘટાડા સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 111.00 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે, નિક્કી લગભગ 1.52 ટકાના ઘટાડા સાથે 33,171.43 ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે, સ્ટ્રેટ ટાઇમ્સ 0.28 ટકાની મજબૂતી જોવા મળી છે. તાઈવાનનું બજાર 0.57 ટકાના ઘટાડા સાથે 17,534.25ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.46 ટકા ઘટીને 16,537.20 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે, કોસ્પીમાં 0.68 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ ફ્લેટ કારોબાર કરી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 21, 2023 8:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.