મેપમાયઈન્ડિયાના સીઈઓ, રોહન વર્માનું કહેવું છે કે ક્વાર્ટર 4 નાણાકીય વર્ષ 2024માં ઓર્ડરબુક મજબૂત રહેવાની અપેક્ષા છે. 9 મહિના નાણાકીય વર્ષ 2024માં આવક ગ્રોથ મજબૂત જોવા મળી રહી છે. એ એન્ડ એમ ગ્રોથ 19.5 ટકા વધ્યો છે, અને સી એન્ડ ઈ ગ્રોથમાં 43.1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. મેપ અને ડેટામાં પણ 37.6 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
રોહન વર્માના મતે પ્લેટફોર્મ અને IoTમાં 26.5 ટકાનો સારો સુધારો જોવા મળ્યો છે. ક્વાર્ટર 4ના નાણાકીય વર્ષના પરિણામ સારા રહ્યા છે. 9 મહિનાની આવક 30 ટકાથી વધું વધી છે. આ વર્ષમાં 100 કરોડ નું માઈલ્ડ સ્ટૉનને પાર કર્યું છે. ક્વાર્ટરમાં 4 ના એબિટડા માર્જીન 43 ટકા પર રહ્યો છે. આમારો બિઝનેસ બી ટૂ બી નું છે. વર્ષ દર વર્ષ બિઝનેસ જોવા પર યોગ્ય જાણકારી મળે છે.
રોહન વર્માએ વધુમાં કહ્યું છે કે સામાન્ય રીતે યૂપી અને અયોધ્યામાં ઉજવણી થશે ત્યારે ટ્રાફિકની સમસ્યા આવી શકે છે. અમારા મેપલ એપ દ્વારા સેફટી ફિચર્સ આપી રહ્યા છે. ટૂરિઝમ એરિયાથી સંપૂર્ણ દેશમાં ગ્રાહકોને સમાધાન આપી રહ્યા છે અને એન્ટરપ્રાઈઝને પણ સમાધાન આપી રહ્યા છે.