RBI Monetary Policy: સતત પાંચમી વાર દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 6.50% પર યથાવત
RBI Credit Policy: RBIએ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. RBIએ વ્યાજ દર યથાવત રાખ્યા છે. આરબીઆઈએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે. MSF RATE & BANK RATE 6.75% પર યથાવત છે.
RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે RBIએ વ્યાજ દર યથાવત રાખ્યા.
RBI Credit Policy: 8 ડિસેમ્બરના સતત પાંચમી વાર કેંદ્રીય બેંક RBI એ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. ડિસેમ્બરની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે. છેલ્લીવાર રેપો રેટને ફેબ્રુઆરી 2023 માં વધારીને 6.50 ટકા કર્યો હતો. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) ના આ નિર્ણયથી હોમ લોનની ઈએમઆઈ પર કોઈ અસર પડવાની નથી. માર્કેટને પણ એવુ જ અનુમાન હતુ કે આરબીઆઈ આ વખત પણ દરોને યથાવત જ રાખશે.
ઑક્ટોબરની બેઠકમાં પણ રિઝર્વ બેંક ઑફ ઈંડિયાએ રેપો રેટમાં કોઈ બદલાવ ના કરતા તેને 6.5 ટકા જ રાખ્યો હતો. મોંઘવારીની લઈને આરબીઆઈ ગવર્નરે ત્યારે પણ કહ્યુ હતુ કે તેના પર ફોક્સ બનેલો છે. તેમણે કહ્યુ હતુ કે ઘરેલૂ અને ગ્લોબલ સ્તર પર મોંઘવારીની ચિંતા હજુ પણ બનેલી છે અને આ નાણાકીય વર્ષ 2024 ના અંત સુધી તેના નક્કી ટાર્ગેટ 4 ટકાની પાર રહેવાનું અનુમાન છે. ઑક્ટોબરની બેઠકમાં જીડીપીને લઈને MPC એ અનુમાન જતાવ્યુ હતુ કે આ નાણાકીય વર્ષ તે 6.5 ટકાના દરથી વધશે.
RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે સરકારી કેપેક્સના કારણે રોકાણની ગતિ વધી. તહેવાર ટાંકણે ઘરોમાં વપરાશ વધ્યો, માગ વધી. મોડા ખરીફ કાપણી છતા રવિ પાકની વાવણી સારી થઈ. ગ્રામીણ માગનો ખાનગી વપરાશને ટેકો મળ્યો. નાણાતીય વર્ષ 24 GDP GROWTH નો અંદાજ 6.50% થી વધારી 7% થયો. ઑક્ટોબર-ડિસેમ્બરમાં GDP ગ્રોથનો અંદાજ 6%થી વધારી 6.50% રહ્યો. જાન્યુઆરી-માર્ચમાં GDP ગ્રોથનો અંદાજ 5.7%થી વધારી 6% રહ્યો છે. તો જ્યારે એપ્રિલ-જુન નાણાકીય વર્ષ 24 GDP અંદાજ 6.6% થી વધારી 6.7% રહ્યો છે. નાણાકીય વર્ષ 24 માટે મોંઘવારીનો અંદાજ 5.4% પર યથાવત રહ્યો છે.
નાણાકીય વર્ષ 24-25 રિટેલ મોંઘવારીનો અંદાજ
RBI ગવર્નર શક્તિકાંતા દાસે આગળ કહ્યું કે એપ્રિલ-જુન નાણાકીય વર્ષ 25 CPI ઈન્ફ્લેશનનો અંદાજ 5.2% પર યથાવત છે. જ્યારે ક્વાર્ટર 2 નાણાકીય વર્ષ 25 માં CPI ઈન્ફ્લેશન 4% પર જોવા મળી શકે છે. તો ક્વાર્ટર 3 માં નાણાકીય વર્ષ 25 માં CPI ઈન્ફ્લેશન 4.7% પર જોવા મળી શકે છે. 4%નો CPI અંદાજ હાંસલ કરવો હજુ મુશ્કેલ દેખાય રહ્યુ છે.
RBI એ Balance Sheet Size ઘટાડી. નાણાકીય નીતિ સક્રિયપણે ડિસઇન્ફ્લેશનરી રહેવાની છે. તો ક્વાર્ટર 3 નાણાકીય વર્ષ 24 માં સીપીઆઈ ઈન્ફ્લેશનનો અંદાજ 5.6% પર યથાવત છે. જ્યારે ક્વાર્ટર 4 નાણાકીય વર્ષ 24 માં સીપીઆઈ ઈન્ફ્લેશન અંદાજ 5.2% પર યથાવત છે. RBI લિક્વિડિટી મેનેજમેન્ટ મામલે ચપળ રહેશે.