આવતીકાલે RBI પૉલિસી જાહેર થશે. પૉલિસીમાં વ્યાજ દરોમાં કોઇ બદલાવના સંકેત નથી. તો FY24માં મોંઘવારી દરને લઈને શું અપેક્ષાઓ છે. GDPના ગ્રોથનું કેવુ રહેશે અનુમાન? દરેક મુદ્દે વિગતમાં ચર્ચા કરીશું. આગળ જાણકારી લઈશું ઓઇસ્ટર કેપિટલના અતુલ જોશી, અશ્વિન પારેખ એડવાઇઝરી સર્વિસિસના મેનેજિંગ પાર્ટનર, અશ્વિન પારેખ અને માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની પાસેથી.
અશ્વિન પારેખ એડવાઇઝરી સર્વિસિસના મેનેજિંગ પાર્ટનર અશ્વિન પારેખનું કહેવું છે કે દરેક સેક્ટરે ખૂબજ સારા પ્રદર્શન આપ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ક્રૂડ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો હતો. વ્યાજદરમાં કોઈ પણ ફેરફાર થવાના સંકેત નથી મળ્યા. અનસિક્યોર્ડ લોનને લઈ આરબીઆઈએ કડક પગલા લીધા છે. બેન્ક, NBFC, પબ્લિક ફાઈનાન્સ અનસિક્યોર્ડમાં મોટો ભાગ ભજવે છે.
અનસિક્યોર્ડ લોન પર RBIની નજર રહેશે જ. અનસિક્યોર્ડ લોન્સ પર આરબીઆઈની નજર રહેશે. બેન્કિંગ સિસ્ટમને કાળજી લેવાની જરૂર છે. છેલ્લા ત્રણ ક્વાર્ટરથી એક ક્લાર્ટર થી બીજા ક્વાર્ટરમાં મોટા ભાગના ઈવેલ્યૂએશનને સપ્રાઈઝ કરવામાં આવ્યા છે. જેમાં ઈકોનૉમિએ સારૂ પ્રદર્શન કર્યું છે. બધા સેક્ટરમાં સારો પ્રદર્શન કરીને ઈકોનૉમીમાં વધારે ગ્રોથ વધારી છે.
હવે આગળ કોઈ પણ રેટ કટની અપેક્ષા નથી રાખી રહ્યા. ઑગસ્ટ મહિનામાં મોંધવારીના દરોમાં વધારો જોવા મળ્યો હતો. હાલમાં મોંઘવારીના દરોમાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે. છેલ્લા આંકડા પ્રમાણે 4.8-4.9 ટકાના મોંઘવારી પર ચાલી રહ્યા છે, તો આરબીઆઈને કોઈ પણ દબાણ નથી કે રેટ કટ કરવા અથવા વધારવાનો.
ઓઇસ્ટર કેપિટલના અતુલ જોશીનું કહેવું છે કે સીપીઆઈના આંકડા વોલિટીવિટી જોવા મળી રહી છે. આવનારા સમયમાં સીપીઆઈ વધવાના સંકેતો મળી રહ્યા છે. ગત વર્ષ કરતાં સરકારે 1.50 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એગ્રીકલ્ચરનો જીડીપી ગ્રોથ 2 ટકાની નીચે જોવા મળી શકે છે. ટેક્સટાઈલ અને ડાયમન્ડ માર્કેટની ડિમાન્ડ સતત ઘટી રહી છે. સીપીઆઈ આગામી 2 મહિનામાં વધતા દેખાશે. સરકારી સેક્ટરમા સાધારળ ગ્રોથ રહેશે.
પ્રાઈવેટ સેક્ટરમાં નિમ્ન સ્તર પર રહેશે. હવામાનમાં ગયા મહિને એક રિસર્ચ બહાર આવી હતી. બે ઑફ બંગાળમાં અત્યાર સુધી ચાર વખત વાવાઝોડુ આવે તો અરબી સમુદ્રમાં ફક્ત એકવાર આવતું હતું, હવે તે રેશ્યો 4:1નો હતો હવે તે ઘટીને 2:1નો થઈ ગયો છે. છેલ્લા 4-5 વર્ષથી ફક્ત ગુજરાત નહીં પરંતુ અન્ય દેશમાં પણ ઋતું વગરનો વરસાદ પડતો જોવા મળી શકે છે. જેની આપણા સીપીઆઈમાં અસર થઈ શકે છે. જેથી ભાવમાં પણ વધારો થાય છે.
માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાનીનું કહેવું છે કે ઓવરઓલ સેન્ટીમેન્ટ પોઝિટીવ છે. ગ્લોબલ સંકેતો પણ પોઝિટીવ થઈ રહ્યા છે. ભારતીય બજારનું પ્રદર્શન ખૂબજ સારૂ રહ્યું છે. ક્રૂડના ઘટતાં ભાવની અસર માર્કેટ માટે પોઝિટીવ રહી શકે છે. પોઝિટવ સંકેતો જોવા મળી રહ્યાં છે. માર્કેટમાં તેજી હોવા છતાં આગળ વધવું જોઇએ. નિફ્ટી શેર્સમાં વધારે તેજી રહેશે.
માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. યૂએસમાં બેન્ડ યીલ્ડમાં સુધારો જોવા મળ્યો છે. વ્યાજ દરોમાં પણ નરમાશ જોવા મળી રહી છે. આવનારા થોડા મહિનામાં રિવાઈવલ જોવા મળી શકે છે. ક્રૂડના પ્રાઈઝમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં માર્કેટ 3-6 મહિનામાં ચૂંટણીના પહેલાની તૈયારી કરી છે. માર્કેટમાં સુધારાની અપેક્ષાની સાથે કામ કરવું જોઈએ.