Share Market Holiday List: શેરબજાર નવા વર્ષમાં કેટલા દિવસ રહેશે બંધ, ચેક કરો સંપૂર્ણ લિસ્ટ | Moneycontrol Gujarati
Get App

Share Market Holiday List: શેરબજાર નવા વર્ષમાં કેટલા દિવસ રહેશે બંધ, ચેક કરો સંપૂર્ણ લિસ્ટ

Share Market Holiday List: કોમોડિટી ડેરિવેટિવ બજાર માટે સંપૂર્ણ દિવસની પાંચ ટ્રેડિંગ રજાઓ છે - ગણતંત્ર દિવસ, ગુડ ફ્રાઈડે, સ્વતંત્રતા દિવસ, ગાંધી જયંતિ અને ક્રિસમસ. ઇક્વિટી સેગમેન્ટ માટે ઉલ્લેખિત બાકીની રજાઓ પર કોમોડિટી માર્કેટ સાંજના સત્રમાં કારોબાર કરવા માટે ખુલશે.

અપડેટેડ 10:56:56 AM Jan 01, 2024 પર
Story continues below Advertisement

Share Market Holiday List: નવા વર્ષ પર તમારી રજા છે! પરંતુ શું આજ શેર બજાર બંધ છે? નહીં આવું બિલ્કુ નથી. આજે શેર માર્કેટ બંધ નથી. નવા વર્ષમાં શેર બજારની પહેલી રજા 26 જાન્યુઆરીએ રહેશે. આજે શેર બજારમાં સામાન્ય રીતે કામકાજ થતુ રહેશે. આ વર્ષ શેર બજારમાં કુલ મળીને 14 રજાઓ છે. શેર માર્કેટની પહેલી રજા 26 જાનયુઆરીએ થછે જ્યારે વર્ષની અંતિમ રજા 25 ડિસેમ્બરે છે.

શનિવારે 20 જાન્યુઆરીએ શું ખુલુ રહેશે શેર માર્કેટ!

સામન્ય રીતે શનિવારે અને રવિવારે શેર માર્કેટ બંદ રહે છે. પરંતુ આ વર્ષ 20 જાન્યુઆરી, શનિવારે શેર બજાર ખુલુ રહેશે. ખરેખર NSE તેની ડિઝાસ્ટર રિકવરી સાઈઝ ટેસ્ટ કરવાની છે. આ કારણે 20 જાન્યુઆરીએ સ્પેશલ ટ્રેડિંગ સેશનના હેઠળ માર્કેટ ખુલો રહેશે. તેના પહેલા સેશન સવારે 9.15 વાગ્યા થી 10 વાગ્યા સુધી ખુલુ રહેશે. જ્યારે પ્રી- ઓપનીંગ સેશન સવારે 9 વાગ્યાથી લઈને 9.08 વાગ્યા સુધી રહેશે. શેર માર્કેટનો બીજો સેશન સાવેર 11.30 વાગ્યાથી લઈને બપોરે 12.30 વાગ્યા સુધી ખુલશે.


કોમોડિટી બજારની રજા

કોમોડિટી ડેરિવેટિવ બજાર માટે સંપૂર્ણ દિવસની પાંચ ટ્રેડિંગ રજાઓ છે - ગણતંત્ર દિવસ, ગુડ ફ્રાઈડે, સ્વતંત્રતા દિવસ, ગાંધી જયંતિ અને ક્રિસમસ. ઇક્વિટી સેગમેન્ટ માટે ઉલ્લેખિત બાકીની રજાઓ પર કોમોડિટી માર્કેટ સાંજના સત્રમાં કારોબાર કરવા માટે ખુલશે. નવા વર્ષના દિવસે 1 જાન્યુઆરીને કોમોડિટી ડેરિવેટિવ બજાર સાંજના સત્રમાં કારોબાર માટે બંધ રહેશે.

વર્ષ 2024ની રજાઓની લિસ્ટ

26 જાન્યુઆરી 2024: શુક્રવાર, ગણતંત્ર દિવસ

25 માર્ચ 2024: સોમવાર, હોળી

29 માર્ચ 2024: શુક્રવાર, ગુડ ફ્રાઈડે

11 એપ્રિલ, 2024: ગુરૂવાર, ઈદ-ઇલ-ફિતર (રમઝાન ઈદ)

17 એપ્રિલ 2024: બુધવાર, શ્રી રામ નવમી

01 મે 2024: બુધવાર, મહારાષ્ટ્ર દિવસ

17 જુન 2024: સોમવાર, બકરીદ

17 જુલાઈ 2024: બુધવાર, મોહર્રમ

15 ઑહસ્ટ 2024: ગુરૂવાર, સ્વતંત્રતા દિવસ / પારસી નવ વર્ષ

02 ઑક્ટોબર 2024: બુધવાર, મહાત્મા ગાંધી જયંતી

01 નવેમ્બર 2024: શુક્રવાર, દિવાળી લક્ષ્મી પૂજન

15 નવેમ્બર 2024: શુક્રવાર, ગુરૂનાનક જયંતી

25 ડિસેમ્બર 2024: બુધવાર, ક્રિસમસ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 01, 2024 10:56 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.