Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

11 ડિસેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1,261.13 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1,032.92 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.

અપડેટેડ 09:02:13 AM Dec 12, 2023 પર
Story continues below Advertisement
GIFT નિફ્ટીમાં વલણો ભારતમાં 56 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સકારાત્મક શરૂઆત સૂચવે છે.

Stock Market Today: બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 12 ડિસેમ્બરના વધારાની સાથે ખુલવાની સંભાવના દેખાય રહી છે. આજના કારોબારી સત્રમાં ગિફ્ટ નિફ્ટીમાં 56 પોઈન્ટનો વધારો છે. છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો બીએસઈ પર સેન્સેક્સ 102.93 અંક વધીને 69,928.53 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે એનએસઈ પર નિફ્ટી 50 એ 27.70 અંક વધીને 20,997.10 ના સ્તર પર બંધ થઈ હતી.

પિવટ પોઇન્ટ કેલકુલેટરના મુજબ આજે નિફ્ટી માટે 21,021 ના સ્તર પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદ 21,046 અને 21,085 પર આવનાર સપોર્ટ છે. જો ઈન્ડેક્સ ઊપરની તરફ વલણ કરે છે તો 20,943 પર તત્કાલ રજિસ્ટેંસ દેખાય રહ્યુ છે, ત્યારબાદ 20,919 અને 20,880 પર આવનાર રજિસ્ટેંસનો સામનો કરવો પડી શકે છે.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.


GIFT NIFTY

આજે ગિફ્ટ નિફ્ટી 56 અંક વધારાની સાથે બ્રૉડર ઈંડેક્સોમાં માટે મજબૂતીના સંકેત આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી વાયદા 21,147 ના સ્તર પર દેખાય રહ્યા છે.

બ્લૉક ડીલની શક્યતા

MANKIND PHARMA: 3 પ્રાઈવેટ રોકાણકાર કંપની બ્લૉક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે. 5-6% હિસ્સો બ્લૉક ડીલ દ્વારા વેચી શકે છે. બ્લૉક ડીલનો બેસ સાઈઝ 3000-4000 કરોડ રૂપિયા શક્ય છે. હાલના ભાવથી 7% ડિસ્કાઉન્ટની બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલની ફ્લોર પ્રાઈસ 1785.65 રૂપિયા પ્રતિશેર નક્કી કરવામાં આવી છે. ગ્રીનશૂ ઓપ્શન મળી ડીલ સાઈઝ 5650 કરોડ રૂપિયા શક્ય છે.

Infosys ના મેનેજમેંટમાં ફેરફાર

ઈન્ફોસિસના સીએફઓ પદેથી નિલાંજન રૉયે રાજીનામું આપ્યું. 31 માર્ચ 2024 સુધી નિલાંજન રૉય પદ સંભાળશે. જયેશ સંઘરાજકા ઈન્ફોસિસના નવા સીએફઓ પદે નિયુક્ત થયા. જયેશ સંઘરાજકાની સીએફઓ પદે નિયુક્તી 1 એપ્રિલ 2024 થી લાગૂ થશે. જયેશ સંઘરાજકા 18 વર્ષથી ઈન્ફોસિસમાં કાર્યરત છે. કંપનીમાં ડેપ્યુટી વીપી અને ડેપ્યુટી સીએફઓ પદ પર કાર્યરત છે. સંઘરાજકા આ ક્ષેત્રમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

DLF ના મેનેજમેંટમાં ફેરફાર

ડીએલએફના ગ્રુપ સીએફઓ વિવેક આનંદે રાજીનામુ આપ્યુ. 29 ફેબ્રુઆરી 2024 સુધી કાર્યરત રહેશે. અશોક કુમાર ત્યાગી ગ્રુપ ફાઇનાન્સ, IT અને સેક્રેટરીયલ ફંક્શન સંભાળશે. હાલમાં અશોક કુમાર ત્યાગી કંપનીના MD છે.

ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો

ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયાના માર્કેટ મજબૂત દેખાય રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવાને મળી રહ્યો છે. રિટેલ મોંઘવારી આંકડા પહેલા અમેરિકાના માર્કેટમાં આવી ખરીદદારી. ડાઓ 157 પોઈન્ટ વધીને બંધ થયો.

ગઈકાલે અમેરિકાના બજાર ઉચ્ચત્તમ સ્તર પર બંધ થયા હતા. ડાઓ 157 પોઈન્ટ વધીને બંધ થયો. નાસ્ડેક પા ટકા વધીને બંધ થયો, તો નાસ્ડેકના 86 શેર્સમાં ગઈકાલે તેજી આવી અને14 શેર્સમાં ઘટાડો આવ્યો હતો. જ્યારે S&P 500 અડધા ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. S&P 500 તેના નવા શિખરથી માત્ર 3 પોઈન્ટ દૂર જ રહ્યા હતા.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 1.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.58 ટકાના વધારાની સાથે 32,983.37 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.22 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.31 ટકા વધીને 17,472.23 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.51 ટકાની મજબૂતીની સાથે 16,284.17 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.27 ટકાની તેજી સાથે 2,532.08 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 3.28 અંક એટલે કે 0.11 ટકા લપસીને 2,988.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કાચા તેલની ચાલ

સોમવારના કાચા તેલના ભાવ લગભગ સપાટ સ્તર પર રહ્યા. WTI ક્રૂડ ઑયલ 71 ડૉલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ ઑયલ 76 ડૉલર પ્રતિ બેરલની નજીક છે. ઑયલ ફ્યૂચર્સમાં સતત નબળાઈ જોવાને મળી રહી છે. ખરેખર, અમેરિકામાં રેકૉર્ડ પ્રોડક્શનની વચ્ચે ચીનની અર્થવ્યવસ્થામાં નબળાઈ અને OPEC+ ની તરફથી બજારને સંતુલિત કરવાનો ભરોસો ઓછો થતો દેખાય રહ્યો છે.

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયાના માર્કેટ મજબૂત, ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઉછાળો

શુગરમાં સુધરતી સ્થિતિ

નવેમ્બરમાં ચીનમાં પૈસેંજર ગાડીઓનું વેચાણ 25.5% વધ્યુ છે. નવેમ્બરમાં ગાડીઓનું વેચાણ 2.1 મિલિયન રહ્યુ. ઑક્ટોબરના મુકાબલે નવેમ્બરમાં વેચાણ 10% વધ્યુ છે.

સોનાની ચાલ ફીકી

ઈંટરનેશનલ માર્કેટમાં સોના પર દબાણ બનેલુ છે. સોનાના ભાવ $2000 ની નીચે લપસ્યા છે જ્યારે ઑલ ટાઈમ હાઈથી આશરે 8% સોનાના ભાવ ઘટ્યા છે.

FII અને DII આંકડા

11 ડિસેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1,261.13 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1,032.92 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.

NSE પર F&O બેનમાં આવનારા શેર

NSE એ 12 ડિસેમ્બર માટે પોતાની એફએન્ડઓ પ્રતિબંધ યાદીમાં ઈન્ડિયા સિમેન્ટ્સ, બલરામપુર ચીની મિલ્સ, ડેલ્ટા કૉર્પ, હિંદુસ્તાન કૉપર, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, નેશનલ એલ્યુમિનિયમ કંપની અને SAIL જોડ્યા છે. તમને જણાવી દઈએ કે F&O સેગમેંટમાં સામેલ સ્ટૉકને તે સ્થિતિમાં બેન કેટેગરીમાં નાખી દેવામાં આવ્યા છે, જેમાં સિક્યોરિટીઝની પોજીશન તેની માર્કેટ વાઈડ પોજીશન લિમિટથી વધારે થઈ જાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2023 9:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.