Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર
18 જાન્યુઆરીના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 9,901.56 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 5,977.12 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.
Stock Market Today:
આજે ગિફ્ટ નિફ્ટી 7 અંક વધારાની સાથે બ્રૉડર ઈંડેક્સોમાં માટે ફ્લેટના સંકેત આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી વાયદા 21,535 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.
Stock Market Today: બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 19 જાન્યુઆરીના ફ્લેટની સાથે ખુલવાની સંભાવના દેખાય રહી છે. આજના કારોબારી સત્રમાં ગિફ્ટ નિફ્ટીમાં 7 પોઈન્ટનો વધારો છે. છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો બીએસઈ પર સેન્સેક્સ 313.90 અંક ઘટીને 71,186.86 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે એનએસઈ પર નિફ્ટી 50 ઈન્ડેક્સ 109.70 અંક લપસીને 21,462.30 ના સ્તર પર બંધ થઈ હતી.
પિવટ પોઇન્ટ કેલકુલેટરના મુજબ આજે નિફ્ટી માટે 21,332 ના સ્તર પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદ 21,272 અને 21,175 પર આવનાર સપોર્ટ છે. જો ઈન્ડેક્સ ઊપરની તરફ વલણ કરે છે તો 21,486 પર તત્કાલ રજિસ્ટેંસ દેખાય રહ્યુ છે, ત્યારબાદ 21,586 અને 21,683 પર આવનાર રજિસ્ટેંસનો સામનો કરવો પડી શકે છે.
કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.
GIFT NIFTY
આજે ગિફ્ટ નિફ્ટી 7 અંક વધારાની સાથે બ્રૉડર ઈંડેક્સોમાં માટે ફ્લેટના સંકેત આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી વાયદા 21,535 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.
ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો
ત્રણ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય બજાર માટે સ્ટેબિલિટીના સંકેત દેખાય રહ્યા છે. ગિફ્ટી નિફ્ટી ફ્લેટ પણ ગ્લોબલ માર્કેટથી સારા સંકેત જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટ 1 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર ઉછાળા સાથે બંધ થયા.
ગઈકાલે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા. 3 દિવસના ઘટાડા બાદ ડાઓ પોઇન્ટ્સ 202 વધ્યો. 2 દિવસના ઘટાડા બાદ નાસ્ડેક 1.25%થી વધારે વધ્યો. 2 દિવસના ઘટાડા બાદ S&P500 1% વધ્યો. ટેક શેર્સની તેજીએ બજારને સપોર્ટ આપ્યો. 5 સપ્તાહના ઉંચાઈ પર US બોન્ડ યીલ્ડમાં કારોબાર યથાવત્ રહ્યો.
ક્રૂડ ઓઈલમાં તેજી
એક દિવસમાં લગભગ 1.50% કિંમતો વધી. બ્રેન્ટ $79ને પાર પહોંચ્યો. WTIમાં $74ની ઉપર કારોબાર દેખાયો. IEA, OPEC ના અનુમાનથી ભાવ વધ્યા. 2024માં કાચા તેલની માગ વધવાની આશા છે. માગ 12.4 લાખ BPD વધવાની આશા છે. Q4માં કિંમતોમાં ઘટાડાની આશા દેખાય છે. 2024માં ક્રૂડની માગ 22.5 લાખ bpd વધવાની આશા.
એશિયન માર્કેટ
આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 46.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.56 ટકાના વધારાની સાથે 36,027.41 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.50 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 2.11 ટકા વધીને 17,599.97 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.64 ટકા મજબૂતીની સાથે 15,490.73 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.98 ટકા તેજીની સાથે 2,464.11 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 6.82 અંક એટલે કે 0.24 ટકા લપસીને 2,838.96 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
FII અને DII આંકડા
18 જાન્યુઆરીના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 9,901.56 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 5,977.12 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.
NSE પર F&O બેનમાં આવનારા શેર
19 જાન્યુઆરીએ એનએસઈ બલરામપુર ચીની, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, અશોક લેલેન્ડ, બંધન બેંક, ડેલ્ટા કોર્પ, હિન્દુસ્તાન કોપર, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, મેટ્રોપોલિસ હેલ્થકેર, નેશનલ એલ્યુમિનિયમ કંપની, પોલિકેબ ઇન્ડિયા, પીવીઆર INOX, સેઇલ અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસના આ યાદીમાં યથાવત રાખ્યા છે. ત્યારે ચંબલ ફર્ટિલાઈઝરને આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે F&O સેગમેંટ સામેલ સ્ટૉક્સને તે સ્થિતિમાં બેન કેટેગરીમાં નાખવામાં આવે છે, જેમાં સિક્યોરિટીઝની પોજીશન તેની માર્કેટ વાઈડ પોઝીશન લિમિટથી વધારે થઈ જાય છે.