Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:48:35 AM Dec 20, 2023 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Accenture -

આવક ડોલર ટર્મમાં 3 ટકા વધી $16.2 અબજ રહી છે. સીસી ટર્મમાં આવકમાં 1 ટકાનો વધારો થયો છે. ઓપરેટિંગ માર્જિન 70 bps ઘટીને 15.8 ટકા પર રહ્યા છે. એડજેસ્ટેડ માર્જિન 20 bps વધીને 16.7 ટકા પર રહ્યા છે.


IndusInd Bank -

નિપ્પૉન લાઈફ AMCમાં 762 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ શક્ય છે. ઈન્ડસઈન્ડ બેન્ક 1.79 કરોડ શેર્સ વેચી શકે છે. ઈન્ડસઈન્ડ બેન્ક બ્લૉક ડીલ દ્વારા 2.86 ટકા હિસ્સો વેચશે. ડીલ માટે ફ્લોર પ્રાઈસ 427 રૂપિયા પ્રતિ શેર શક્ય છે. હાલના ભાવથી 5 ટકા ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે.

Astral -

એસ્ટ્રલમાં આ સપ્તાહે મોટી મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર કંપનીમાં 2-3 ટકા હિસ્સો વેચી શકે છે. 1000-1500 કરોડ રૂપિયામાં હિસ્સો વેચી શકે છે. પ્રમોટર કંપનીમાં 55.85 ટકા હિસ્સો ધરાવે છે. 2019 માં પ્રમોટરે 2.4 ટકા હિસ્સો વેચ્યો હતો.

Embassy -

Embassy Reitsમાં મોટી બ્લૉક ડાલ શક્ય છે. બ્લેકસ્ટોન બ્લૉક ડીલ દ્વારા 23.5 ટકા હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટેની ફ્લોર પ્રાઈસ 310 રૂપિયા પ્રતિ શેર શક્ય છે. બ્લૉક ડીલની સાઈઝ $83.3 કરોડ શક્ય છે.

Deepak Nitrite -

કંપનીએ પેટ્રોનેટ LNG સાથે સપ્લાય માટેના કરાર કર્યા છે. પેટ્રોનેટ પાસેથી 250 ktpa પ્રોપીટીન અને 11 ktpa હાઈડ્રોજનની સપ્લાય લેશે. પેટ્રોનેટ LNGના દહેજમાં આવેલા પેટ્રોકેમિકલ પ્રોજેક્ટથી સપ્લાય લેશે. 15 વર્ષ માટે બન્ને કંપની વચ્ચે કરાર થયા છે.

RVNL -

કંપનીએ કેરળનાં વર્કલા શિવગીરી રેલ્વે સ્ટેશન માટે સૌથી ઓછી બોલી લગાવી છે. વર્કલા શિવગીરી રેલ્વે સ્ટેશન માટે પ્રોજેક્ટ ખર્ચ 124 કરોડ રૂપિયા છે.

Varun Beverages -

કંપનીએ ઝારખંડ સરકાર સાથે મેન્યુફેક્ટરિંગ પ્લાન્ટ માટે કરાર કર્યા છે. ઝારખંડના પત્રાતુ ખાતે 450 કરોડ રૂપિયાના ખર્ચે પ્લાન્ટ માટે કરાર કર્યા છે. સાઉથ આફ્રિકાની ધ બેવરેજ કંપનીનું અધિગ્રહણ કરશે. કુલ 1320 કરોડ રૂપિયામાં ધ બેવરેજ કંપનીનું અધિગ્રહણ કરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 20, 2023 8:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.