Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:59:58 AM Dec 27, 2023 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    ADANI GREEN -

    ગૌતમ અદાણી સબ્સિડરીમાં 9,350 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 2023 સુધી 45 GW લક્ષ્ય હાસલ કરવા રોકાણ કરશે. AGEL બોર્ડે 1480.75 રૂપિયા (પિંચ્યોતેર)ના 6.31 કરોડ રૂપિયા વૉરન્ટ ઈશ્યુ કરવા મંજૂરી આપી છે. અર્દોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ અને અદાની પ્રોપર્ટીઝે પણ મંજૂરી આપી છે.


    KANSAI NEROLAC -

    કંપનીએ એથોન ડેવલપર્સ સાથે કરાર કર્યા છે. કુલ 726 કરોડ રૂપિયામાં લોઅર પરેલના લેન્ડ પાર્સલ વેચવા કરાર કર્યા છે. એથોન ડેવલપર્સ એ રુનવાલ ડેવલપર્સની સબ્સિડરી છે.

    SJVN -

    ગુજરાત ઉર્જા વિકાસ નિગમ પાસેથી 100 MW સોલર પાવર માટે ઓર્ડર મળ્યો છે. સબ્સિડરી SJVN ગ્રીન એનર્જી લગભગ 550 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરશે.

    Zydus Life -

    સબ્સિડરી ઝાયડસ હેલ્થકેરને ટેક્સ ડિમાન્ડ નોટીસ મળી છે. AY24 માટે કુલ 284.6 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે.

    India Glycols -

    ઉત્તરાખંડના કાશીપુરમાં 100 KLPD જેટલી ક્ષમતા વધારી રહી છે. હવે ક્ષમતા વધીને 400 KLPD જેટલી થઈ છે.

    Pearl Global Industries Ltd -

    વતામન ટ્રાન્સમિશનું 18.19 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યું છે. કંપનીએ 500 MW તુતીકોરિન વિન્ડ એનર્જીએ ઝોન પ્રોજેક્ટમાં કામકાજ શરૂ કર્યું છે.

    Piramal Enterprises -

    પિરામલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સએ AASAN કોર્પ સોલ્યુશન સાથે કરાર કર્યા છે. પિરામલ એન્ટરપ્રાઈઝીસની સબ્સિડરી પિરામલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની છે. 875 કરોડ રૂપિયામાં લોઅર પરેલ સ્થિત પિરામલ ટાવર માટે કંપની અધિગ્રહણ કરશે.

    AB CAPITAL -

    આદિત્ય બિરલા ફાઈનાન્સમાં રાઈટ્સ ઈશ્યુ દ્વારા 850 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આદિત્ય બિરલા કેપિટલ ડિજિટલમાં 50 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ABCLના શેરહોલ્ડિંગ્સમાં કોઈ ફેરફાર નહીં થાય.

    Seamec -

    એચએએલ ઓફશોર સાથે MoU કર્યા છે. ઑફશોર સપોર્ટ વેસલ 'સી પર્લ'ના ચાર્ટર ભાડે માટે MoU કર્યા છે. ચાર્ટર રેટ $8,750 પ્રતિ દિવસ પ્રમાણે 3 વર્ષ માટે $9.59 મિલિયન ભાડુ કંપની ચુકવશે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Dec 27, 2023 8:59 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.