બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Reliance -
વૉલ્ટ ડિઝ્ની સાથે નોન બાઈન્ડિંગ ટર્મ શીટ સાઈન કર્યા છે. ભારતીય મિડિયા કારોબારને મર્જ કરવા માટે કરાર કર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હજુ સુધી સમાચારની પુષ્ટી નથી કરી.
INFOSYS -
વૈશ્વિક ગ્રાહક પાસેથી મળેલો $1.5 બિલિયનનો AI કોન્ટ્રાક્ટ રદ્દ થયો છે. 14 સપ્ટેમ્બરે વૈશ્વિક કંપની અને ઈન્ફોસિસ વચ્ચે થયેલા MoU રદ્દ થયા છે. 15 વર્ષમાં વૈશ્વિક કંપની દ્વારા $1.5 બિલિયનના ખર્ચની યોજના હતી.
સબ્સિડરી કંપનીના અમેરિકા સ્થિત પ્લાન્ટને 10 અવલોકન મળ્યા છે. સબ્સિડરી Eugia (યુજિયા)ના ન્યૂ જર્સી સ્થિત ઈસ્ટ વિંડસોરના પ્લાન્ટને અવલોકન મળ્યા છે. અવલોકનો સામાન્ય પ્રક્રિયાને લગતા છે અને કંપની તેનો જવાબ આપશે. 11થી 22 ડિસેમ્બર દરમિયાન તપાસ થઈ હતી.
કંપનીના ચાંગોદર, અમદાવાદ પ્લાન્ટને અવલોકનો મળ્યા છે. API પ્લાન્ટને US FDA તરફથી 6 અવલોકનો મેળ્યા છે. ડેટા ઈન્ટરગ્રિટી સંબંધિત અવલોકનો મળ્યા નથી.
VEDANTA -
સબ્સિડરી BALCO ને 84 (ચોર્યાંસી) કરોડ રૂપિયાની જીએસટી ડિમાન્ડ નોટિસ મળી છે. બિલાસપુર ઓથોરિટી તરફથી FY17-18 માટે GST ની નોટીસ મળી છે. BALCO- Bharat Aluminium Company Limited છે. જીએસટી ડિમાન્ડ નોટિસ વિવિધ ઈન્ટરપ્રિટેશનલ મુદ્દાઓને કારણે મળી છે.
JSPL -
કંપનીએ રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ સાથે કરાર કર્યા છે. બ્લાસ્ટ ફર્નેસ-3 (BF-3) માટે કરાર કર્યા છે. આ કરારથી દર મહિને 2Lktn હોટ મેટલના ઉત્પાદનમાં વધારો થશે.
પ્રમોટર્સની પેડ અપ કેપિટલનો 1.24 ટકા હિસ્સો વેચવાની યોજના રહી છે. પ્રમોટરનું વેચાણ ન્યૂનતમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણોનું પાલન કરવાનું છે.
ગિફ્ટી સિટી ગાંધીનગરમાં દારૂ પર પ્રતિબંધ દૂર છે. ગિફ્ટી સિટીના મુલાકાતીઓ, કર્મચારી, અધિકારીઓને પરમિટ મળશે. ગિફ્ટ સિટી સ્થિત ક્લબ, હોટલને પણ લાઈસન્સ મળશે. હોટેલ, ક્લબ દારૂનું વેચાણ નહીં કરી શકે. હોટેલ, ક્લબ બારમાં મહેમાનોને દારૂ પીરસી શકશે. ગુજરાતમાં પહેલેથી દારૂ પર પ્રતિબંધી છે.
PAYTM -
Paytm કર્મચારીઓને છૂટા કરશે. AIના ઉપયોગથી એફિશિયન્સી વધારવા પર ફોકસ છે. AIથી 10-15 ટકા કર્મચારીઓ પ્રભાવિત થશે. AIના પરિણામ અનુમાનથી સારા રહ્યા છે. કંપનીનો ફોકસ ક્ષમતા વધારવા અને ખર્ચ ઓછો કરવા પર છે. 2024થી કંપની AIનો વધુ ઉપયોગ કરશે.
UPL -
કંપની રાઈટ્સ ઈશ્યુ દ્વારા 4200 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરશે. બોર્ડે 22 ડિસેમ્બરે મંજૂરી આપી હતી. UPLની રાઈટ્સ ઈશ્યુ લાવવાની યોજના છે.
જાપાનીઝ કેમિકલ કંપની પાસેથી 507 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યો છે. 9 વર્ષ માટે કંપની પાસેથી LoI મળ્યું છે. પોલિમર ઇન્ટરમીડિયેટ સપ્લાઈ માટે ઓર્ડર મળ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.