Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:59:39 AM Dec 18, 2023 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Zee Entertainment Enterprises -

મર્જરની તારીખને લંબાવવા માટે સોનીને વિનંતી રહી છે. એગ્રીમેન્ટ અનુસાર 21 ડિસેમ્બર મર્જર માટેની ડેડલાઇન છે.


Infosys -

કર્મચારીઓને 10 ટકાની નીચે રિવાઇઝ્ડ સેલરી અને એવરેજ પે હાઇક થઈ રહી છે. 1 નવેમ્બર 2023થી નવો પગાર લાગુ થયા છે. આ વર્ષે કંપનીને પગાર વધારામાં વિલંબ કર્યો છે. જેના કારણે કંપની પર તણાવના સંકેતો તરીકે જોવામાં આવ્યો છે.

Zydus Lifesciences -

ZYIL1ના બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાને US FDAની મંજૂરી મળે છે. પાર્કિન્સનના દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવશે. પાર્કિન્સન એવો રોગ છે જેમાં દર્દીઓ પોતાના મૂવમેન્ટ પર નિયંત્રણ ગુમાવે છે. બીજો તબક્કો દવાની સલામતી સહનશીલતાનું મૂલ્યાંકન કરશે.

Granules India -

US FDA એ કંપનીની વર્જિનિયા સ્થિત સબ્સિડરી ખાતે નિરીક્ષણ પૂર્ણ કર્યુ છે. US FDA તરફથી કંપનીને 5 અવલોકનો મળ્યા છે. US FDA એ 11-15 ડિસેમ્બર દરમિયાન નિરીક્ષણ પૂર્ણ કર્યુ છે. કંપની નિર્ધારિત સમયની અંદર અવલોકનોનો પ્રતિસાદ આપશે. અવલોકનોથી કંપનીના બિઝનેસ પર કોઈ અસર થશે નહી.

Landmark Cars -

કંપનીને મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા તરફથી મંજૂરી મળી છે. હૈદરાબાદ ખાતે વર્કશોપ શરુ કરવા મંજૂરી મળી. કંપનીને એમજી મોટર તરફથી LOA મળ્યુ છે. અમદાવાદ ખાતે ડીલરશીપ શરુ કરવા LOA મળ્યુ છે.

Lupin -

કંપનીને એલોપ્યુરીનોલ ટેબ્લેટ્સ માટે US FDA તરફથી મંજૂરી મળી છે. ટેબ્લેટ્સનું ઉત્પાદન કંપનીની પીથમપુર ફેસિલિટી ખાતે કરાશે. આ દવાનો ઉપયોગ વાતરોગ (સંધિવા) માટે થશે. અંદાજિત 88.1 m ડૉલર વેચાણનું અનુમાન છે.

Mankind Pharma -

એક્ટિમેડ થેરેપ્યૂટિક્સમાં £1 Mnનું રોકાણ કરશે. કંપનીમાં મહત્તમ 1.29 ટકા હિસ્સો ખરીદશે. રોકાણ બાદ કંપનીની કુલ શેરહોલ્ડિંગ 10.19 ટકા થઇ જશે.

Persistent Systems -

કંપનીને વર્મોન્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાકીય વર્ષ 2021-22 માટે ટેક્સ પેનલ્ટી ફટકારી છે. ટેક્સની ચૂકવણી ઓછી કરવા માટે $255.5ની પેનલ્ટી કરી છે.

PB Fintech -

સોફ્ટબેન્ક ફંડ 11.4M ના પીબી ફિનટેક શેર્સનુ વેચાણ કરશે. સોફ્ટબેન્ક ફંડ 800.05 રૂપિયા પ્રતિ શેરએ 914 કરોડ રૂપિયામાં વેચાણ કરશે. ગર્વનમેન્ટ પેન્શન ફંડ 1.6M PB ફિનટેક શેર ખરીદશે. એચડીએફસી એમએફ 1.15 M પીબી ફિનટેક 800.05 રૂપિયા પ્રતિ શેર ખરીદશે.

Tata Power Solar Systems -

ટાટા પાવર સોલર સિસ્ટમ્સે એનટીપીસી સાથે 418 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. કંપની 152 MWp DCR સોલર PV મોડ્યુલ્સ સપ્લાય કરશે. કંપની રાજસ્થાનમાં તેના નોખ સોલાર પાર્ક માટે સપ્લાય કરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 18, 2023 8:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.