Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:40:57 AM Dec 22, 2023 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Infosys -

LKQ EUROPE સાથે 5 વર્ષ માટે કરાર કર્યો છે. LKQ EUROPE ઓટો પાર્ટ ડિસ્ટ્રીબ્યુટર કંપની છે. આઈટી ટ્રાન્સફોર્મેશન માટે કંપનીએ કરાર કર્યા છે.


Tata Motors -

એનએસઈ પાસેથી કંપનીને નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું છે. ડિફરન્શિયલ વોટિંગ રાઇટ્સ શેર્સને સામાન્ય શેર્સમાં રૂપાંતર કરવા માટે NoC મળ્યું છે.

GMR Airports Infra -

NIIF આંધ્રપ્રદેશ ખાતેના ભોગપુરમ એરપોર્ટમાં 675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

Lupin -

કંપનીએ સોફ્ટોવેક લિક્વિફાઇબર લોન્ચ કર્યું છે. પહેલી વાર કોઈ કંપનીએ લિક્વિડ ફાઈબર લોન્ચ કર્યું છે. સોફ્ટોવેક લિક્વિફાઇબર 100 ટકા આયુર્વેદિક લિક્વિડ લેક્સેટિવ છે.

LIC -

મિનિમમ પબ્લિક હોલ્ડિંગના નિયમમાં સરકારે LICને રાહત આપી છે. મિનિમમ પબ્લિક હોલ્ડિંગ માટે સરકારે 10 વર્ષની એક વારની રાહત આપી છે. LICએ 10 વર્ષની અંદર 25 ટકા મિનિમમ પબ્લિક હોલ્ડિંગ પ્રાપ્ત કરવું પડશે. LIC પાસે હવે મે 2032 સુધી અન્ય હિસ્સો વેચવાનો સમય છે.

RAILTEL -

નાર્થ ઈસ્ટ ફ્રન્ટિઅર રેલવે કન્સ્ટ્રક્શન પાસેથી 66 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. ટનલ કમ્યુનિકેશન સિસ્ટમ માટેનો ઓર્ડર મળ્યો છે.

Siemens India -

સિમેન્સ ગ્રુપમાં સિમેન્સ ઈન્ડિયા ચોથો સૌથી મોટો બિઝનેસ છે. મેનજમેન્ટ તેનો એનર્જી બિઝનેસના ડિમર્જની શક્યતાઓ તપાસે છે. સ્થાનિક ગ્રોથ મજબૂત, ઈન્ફ્રા પર ખર્ચ વધારે છે. પ્રાઈવેટ કેપેક્સમાં ગતિ જોવા મળી છે. મોબિલિટી સેગમેન્ટમાં માર્જિન અંગે વિશ્વાસ છે. પાવર ટ્રાન્સમિશન સેગમેન્ટમાં ઈન્કવાયરી વધી છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે ટ્રાન્સમિશનમાં સારા ગ્રોથની આશા છે.

WPIL -

કંપનીને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી 425.35 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. પાણીની સપ્લાય માટેનો પ્રોજેક્ટ કંપનીને મળ્યું છે. 27 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે, 3 વર્ષ સુધી કામકાજ સંભાળવાનું છે.

ALLCARGO LOGISTICS & GATI -

ઓલકાર્ગો ગતિને 500 કરોડ રૂપિયા એકત્ર કરવા મંજૂરી મળી છે. ઓલકાર્ગો લોજિસ્ટિક્સની સબ્સિડરી ઓલકાર્ગો ગતિ કંપની છે. બન્ને કંપનીના વિલય માટે પણ મંજૂરી મળી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 22, 2023 8:40 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.