Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:52:40 AM Jan 09, 2024 પર
Story continues below Advertisement
stock in news: બીઈએમએલ મેકેનિકલ માઈનફીલ્ડ માર્કિંગ ઈક્વિપમેંટ માર્ક-II ની સપ્લાઈ માટે રક્ષા મંત્રાલયથી 329.87 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Tata Motors

    કંપનીની સબ્સિડિયરી ફર્મ જેગુઆર લેંડ રોવર (LJR) એ જણાવ્યુ કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનું વેચાણ વર્ષના આધાર પર 27 ટકા વધીને 1,01,043 યૂનિટ્સ રહ્યુ. જ્યારે કંપનીએ નાણાકીય વર્ષ 2024 ના પહેલા 3 ક્વાર્ટરમાં અત્યાર સુધી કુલ 2,91,113 યૂનિટ્સનું વેચાણ છે, જે ગત વર્ષના આ સમયના મુકાબલે 28 ટકા વધારે છે. રિટેલ સેલ્સ 29 ટકા વધીને 1,09,140 યૂનિટ્સ રહી.


    Bajaj Finserv

    બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સનું ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ 1,425.10 કરોડ રૂપિયા છે. બજાજ એલિયાન્ઝ લાઇફ ટોટલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 961.51 કરોડ રૂપિયા છે. એપ્રિલ-ડિસેમ્બર 2023 વચ્ચે કંપનીનો બિઝનેસ પ્રીમિયમ 7,538.66 કરોડ રૂપિયા છે.

    Metropolis Healthcare

    કોર બિઝનેસ માટે આવકમાં ડબલ ડિજિટ ગ્રોથ છે. વર્ષના આધાર પર કોર બિઝનેસ ગ્રોથ 12% રહ્યો. વર્ષના આધાર પર વોલ્યુમ ગ્રોથ 9% જેટલો રહ્યો. આવક ગ્રોથમાં વોલ્યુમ ગ્રોથનું યોગદાન રહ્યુ છે. વર્ષના આધાર પર B2C આવક ગ્રોથ 14% રહ્યો છે. 31 ડિસેમ્બર 2023 સુધી દેવું 12.7 કરોડ રૂપિયા રહ્યુ છે. વર્ષના આધાર પર માર્જિનમાં મામુલી દબાણ રહ્યું છે. Q3FY24માં પ્રીમિયમ વેલનેસ અને સ્પેશલાઈઝ સેગમેન્ટ્સમાં મજબૂત ગ્રોથ દેખાય રહ્યો છે.

    Aurobindo Pharma

    ઓરબિંદો ફાર્માએ જણાવ્યુ કે તેને પોતાની તેલંગાના યૂનિટ્સ માટે અમેરિકી ડ્રગ રેગુલેટરથી એસ્ટિબ્લિશમેંટ તપાસ રિપોર્ટ મળી છે. રિપોર્ટમાં પ્લાંટને "સ્વેચ્છિક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા" ના રૂપમાં ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે.

    Bajaj Auto

    બજાજ ઑટો બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે 4,000 કરોડ રૂપિયાના શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની 10,000 રૂપિયા પ્રતિશેરની સરેરાશ કિંમત પર 40 લાખ ઈક્વિટી શેર પરત ખરીદશે.

    BEML

    બીઈએમએલ મેકેનિકલ માઈનફીલ્ડ માર્કિંગ ઈક્વિપમેંટ માર્ક-II ની સપ્લાઈ માટે રક્ષા મંત્રાલયથી 329.87 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે.

    GSFC

    વડોદરાના પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું. યુનિટમાં એમોનિયમ સલ્ફેટનું ઉત્પાદન શરૂ કર્યું. યુનિટમાં કમર્શિયલ ઉત્પાદન 8 જાન્યુઆરીથી શરૂ થયું. એમોનિયમ સલ્ફેટના ઉત્પાદનની વાર્ષિક ક્ષમતા 1,32,000 MT રહેશે.

    GMDC

    સુરખા લિગ્નાઈટ માઈનને ક્ષમતા વિસ્તરણ માટે પર્યાવરણ મંજૂરી મળી. સુરખા લિગ્નાઈટ માઈનની ક્ષમતા 3 MTPAથી વધારી 5 MTPA કરી. ક્ષમતા વિસ્તરણથી કંપનીની આવકમાં ગ્રોથ જોવા મળશે.

    Eicher Motors

    રોયલ એનફિલ્ડે તમિલનાડુ સરકાર સાથે MoU કર્યા. 8 વર્ષ માટે 3,000 કરોડ રૂપિયાના રોકાણ માટે MoU કર્યા. તમિલનાડુમાં બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ બનાવશે કંપની.

    Brigade Enterprises

    તમિલનાડુ સરકાર સાથે 3,400 કરોડ રૂપિયાના રોકાણ માટે MoU કર્યા. આગામી 3-4 વર્ષમાં આશરે 25,000 લોકોને રોજગારી મળશે.

    Caplin Point

    તમિલનાડુ સરકાર સાથે 700 કરોડ રૂપિયાના રોકાણ માટે MoU કર્યા. 5 વર્ષ માટે તમિલનાડુ સરકાર સાથે MoU કર્યા.

    Fino Payments

    ફિનો પેમેન્ટ્સ બેન્ક પાસેથી RBIને સ્મૉલ ફાઈનાન્સ બેન્ક માટે અરજી મળી. RBIના ‘On Tap’ લાયસન્સ નિયમોં હેઠળ અરજી આપી.

    Bandhan Bank

    સૂત્રોએ CNBC-TV18ને માહિતી આપી. CGFMU બેન્કની ડિટેલ્ડ ઓડિટ કરશે. CGFMU એટલે કે Credit Guarantee Fund of Micro Units. બેન્કથી 1200 કરોડ રૂપિયાના ક્લેમઓનું ઓડિટ કરશે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 09, 2024 9:52 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.