Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

તમિલનાડુ સરકાર સાથે 5 વર્ષ માટે 5000 કરોડ રૂપિયાના MoU કર્યા. કંપની દ્વારા અહીં 500 લોકોને રોજગાર આપવામાં આવશે.

અપડેટેડ 10:07:52 AM Jan 08, 2024 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Tata Steel

    વર્ષ દર વર્ષના આધાર પર ભારત ઉત્પાદન વોલ્યુમ 5 mtથી 6.4%વધી 5.32 mt પહોંચ્યુ. વર્ષ દર વર્ષના આધાર પર નેધરલેન્ડ ઉત્પાદન વોલ્યુમ 1.52 mtથી 23% ઘટી 1.17 mt રહ્યુ. વર્ષના આધાર પર UK ઉત્પાદન વોલ્યુમ 0.72 mtથી 1.4% વધી 0.73 mt પહોંચ્યુ. થાઈલેન્ડ ઉત્પાદન વોલ્યુમ 0.27 mt પર યથાવત્ રહ્યુ. ભારત ડિલિવરી વોલ્યુમ 4.74 mtથી 3% વધી 4.88 mt પહોંચ્યુ. નેધરલેન્ડ ડિલિવરી વોલ્યુમ 1.40 mtથી 7.9%ઘટી 1.29 mt રહ્યુ UK ડિલિવરી વોલ્યુમ 0.66 mtથી 4.6%ઘટી 0.63 mt રહ્યુ. થાઈલેન્ડ ડિલિવરી વોલ્યુમ 0.29 mtથી 13.8% ઘટી 0.25 mt ઘટ્યુ.


    Titan

    વર્ષના આધારે ટાઈટનનો રેવેન્યુ ગ્રોથ 22% રહ્યો. વર્ષ દર વર્ષના આધારે જ્વેલરી ડિવિઝન ગ્રોથ 23% રહ્યો. Watches & Wearables ગ્રોથ 21% રહ્યો. વર્ષના આધારે આઈકેર ગ્રોથ 3% ઘટ્યો. વર્ષના આધારે ઇમર્જિંગ બિઝનેસિસ ગ્રોથ 24% રહ્યો. CaratLane ગ્રોથ 31% રહ્યો. વર્ષ દર વર્ષના આધાર પર ઇમર્જિંગ બિઝનેસિસમાં તનેરાનો આવક ગ્રોથ 61% રહ્યો. કંપનીએ Q3માં કુલ 90 સ્ટોર ખોલ્યા. કંપનીની કુલ રિટેલ સ્ટોરની સંખ્યા 2,949 થઈ.

    Bank Of Baroda

    વર્ષના આધાર પર બેંક ઑફ બરોડા ગ્લોબલ બિઝનેસ 10.68%વધી 22.94 લાખ કરોડ રૂપિયા પહોંચ્યો. વર્ષના આધાર પર ગ્લોબલ ડિપૉઝિટ 8.34% વધી 12.45 લાખ કરોડ રૂપિયા પહોંચ્યો. વર્ષ દર વર્ષના આધારે સ્થાનિક ડિપૉઝિટ 6.34% વધી 10.67 લાથ કરોડ રૂપિયા પહોંચ્યો. ગ્લોબલ એડવાન્સ 13.59% વધી 10.49 લાખ કરોડ રૂપિયા પહોંચ્યો. સ્થાનિક એડવાન્સ 13.4% વધી 8.62 લાખ કરોડ રૂપિયા પહોંચ્યો વર્ષના આધાર પર સ્થાનિક રિટેલ એડવાન્સ 22.08% વધી 2.03 લાખ કરોડ રૂપિયા પહોંચ્યો.

    Union Bank

    વર્ષ દર વર્ષના આધાર પર ગ્લોબલ બિઝનેસ 10.67% વધી 18,69,042 કરોડ રૂપિયા છે. ગ્લોબલ ડિપૉઝિટ 10.09% વધી 10,65,027 કરોડ રૂપિયા પહોંચ્યો. વર્ષના આધાર પર સ્થાનિક ડિપૉઝિટ 8.54% વધી 10,63,509 કરોડ રૂપિયા છે. સ્થાનિક CASA ડિપૉઝિટ 5.62%વધી 3,75,897 કરોડ રૂપિયા પહોંચ્યો. વર્ષના આધાર પર ગ્લોબલ ગ્રોસ એડવાન્સ 11.44% વધી 8,04,015 કરોડ રૂપિયા પહોંચ્યો. સ્થાનિક એડવાન્સ 10.69% વધી 7,83,009 કરોડ રૂપિયા પહોંચ્યો. વર્ષના આધાર પર સ્થાનિક RAM 13.84% વધી 4,28,426 કરોડ રૂપિયા પર પહોંચ્યો.

    Godrej Consumer

    સ્થાનિક બિઝનેસમાં ઓપરેટિંગ ગ્રોથ Q2 જેવી રહી શકે. ઓર્ગેનિક બિઝનેસ મિડ-સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ યથાવત્ છે. હોમ કેર અને પર્સનલ કેર સેગમેન્ટમાં સારો ગ્રોથ છે. વોલ્યુમ ગ્રોથ ડબલ ડિજિટમાં રહેવાનો અનુમાન છે. ઇન્ડોનેશિયન બિઝનેસમાં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ છે. ઇન્ડોનેશિયન CC સેલ્સ ગ્રોથ સિંગલ ડિજિટ રહ્યો છે. GAUM CC સેલ્સ ગ્રોથ ડબલ ડિજિટ રહ્યો છે. GAUM બિઝનેસ વોલ્યુમ ગ્રોથમાં ઘટાડો નોંધાયો.

    Marico

    કંસો આવક ગ્રોથ ઘટી લો સિંગલ ડિજિટ શક્ય છે. સ્થાનિક વોલ્યુમ પણ લો સિંગલ ડિજિટ શક્ય છે. ગ્રોસ માર્જિન વધવાની અપેક્ષા છે. ઓપરેટિંગ પ્રોફિટ ગ્રોથ લો સિંગલ ડિજિટ રહી શકે છે. ઈન્ટરનેશનલ બિઝનેસમાં મિડ-સિંગલ ડિજિટ CC ગ્રોથ શક્ય છે. FMCG સેગમેન્ટમાં માગ યથાવત્ રહેવાની અપક્ષા છે. કોર પોર્ટફોલિયોમાં મામુલી સુધારો રહેવાની અપેક્ષા છે. પેરાશૂટ કોકોનટ ઓઇલમાં લો સિંગલ ડિજિટ ગ્રોથ શક્ય છે. સફોલા ઓઈલમાં નબળા ગ્રોથની આશંકા છે. VAHOમાં લો સિંગલ ડિજિટ વેલ્યુ ગ્રોથની આશંકા છે. વેલ્યુ એડેડ હેર ઓઈલ્સ છે. ફૂડ અને પ્રીમિયમ પર્સનલ કેર બિઝનેસમાં ગ્રોથ છે.

    Adani Wilmar

    વર્ષના આધાર પર સ્ટેન્ડઅલોન સેલ્સ 15% ઘટ્યું. વોલ્યુમ 6% વધ્યું. ખાદ્યતેલમાં ગ્રોથ 21% ઘટ્યો. વોલ્યુમ સ્થિર રહ્યું. ફૂડ અને FMCG બિઝનેસ ગ્રોથ 28% વધ્યો (YoY), વોલ્યુમ 18% વધ્યું. ઈન્ડસ્ટ્રી એસેન્શિયલ્સ બિઝનેસ સ્થિર રહ્યો, વોલ્યુમ 15% વધ્યું.

    General Insurance Data

    વર્ષ દર વર્ષના આધાર પર ડિસેમ્બર પ્રીમિયમ 15% વધ્યું. Q3FY24માં પ્રીમિયમ 12% વધ્યું. 9MFY24માં પ્રીમિયમ 14% વધ્યું.

    Godrej Industries

    ગુજરાત સરકાર સાથે 4 વર્ષ માટે `600 Crના રોકાણ માટે MoU કર્યા.

    Cipla

    UKના કેમેવેલ બાયોફાર્મા અને MINI વેન્ચર્સ સાથે JV માટે કરાર કર્યા. USAમાં JVના ફોર્મેશન માટે કરાર કર્યા. સિપ્લા $0.41 મિલિયનમાં 352 શેર્સ શરૂઆતના રોકાણ તરીકે ખરીદશે. સિપ્લાનો JVમાં હિસ્સો 35.2% હશે.

    Jupiter Wagons

    ઓટોમોબાઈલ ઉત્પાદક પાસેથી 100 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપની ડબલ ડેકર વેગન્સના 4 રેક બનાવશે.

    LIC

    ગાંધીનગર CGST પાસેથી 191 કરોડ રૂપિયાની નોટિસ મળી. કંપનીએ કહ્યું અમદાવાદ કમિશનર સમક્ષ અરજી કરીશું.

    TVS Motor

    તમિલનાડુ સરકાર સાથે 5 વર્ષ માટે 5000 કરોડ રૂપિયાના MoU કર્યા. કંપની દ્વારા અહીં 500 લોકોને રોજગાર આપવામાં આવશે.

    Narayana Hrudayalaya

    નારાયણ હૃદયાલયની સબ્સિડરીને હેલ્થ ઈન્શ્યોરન્સ માટે મંજૂરી મળી. IRDAI પાસેથી હેલ્થ ઈન્શ્યોરન્સ બિઝનેસ શરૂ કરવા મંજૂરી આપી.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 08, 2024 10:07 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.