Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

eMudhra ના બોર્ડે QIP માટે મંજૂરી આપી. QIPની ફ્લોર પ્રાઈસ 443.56 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. 200 કરોડ રૂપિયાનો કુલ QIP લાવશે, ઈન્ડિકેટિવ ઈશ્યુ પ્રાઈસ 422 રૂપિયા પ્રતિર્શેર નક્કી ક્યા છે. શુક્રવારના ક્લોઝિંગ ભાવના 9.5% ડિસ્કાઉન્ટ પર ઈશ્યુ પ્રાઈસ છે. ઈક્વિટી શેરના કેપિટલના 6.1% હિસ્સો વેચવાની યોજના છે.

અપડેટેડ 10:19:16 AM Jan 15, 2024 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Wipro

    વિપ્રોના ડિસેમ્બર ક્વાર્ટરમાં રેવેન્યૂ 22,150.8 કરોડ રૂપિયા રહ્યા, જો છેલ્લા ક્વાર્ટરની તુલનામાં 1.09 ટકા ઓછી છે. જ્યારે ડૉલરના ટર્મમાં રેવેન્યૂ ક્વાર્ટરના આધાર પર 2.1 ટકા ઘટીને 2,656.1 મિલિયન ડૉલર રહ્યા, અને કૉન્સ્ટેંટ કરેંસીના ટર્મમાં આ ક્વાર્ટરના આધાર પર 1.7 ટકા ઓછા રહ્યા. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નેટ ઈનકમ ક્વાર્ટરના આધાર પર 1.8 ટકા વધીને 2,694.2 કરોડ રૂપિયા રહ્યા. છેલ્લા ક્વાર્ટરની તુલનામાં આઈટી સેવાઓના એબિટ 1.8 ટકા ઘટીને 3,542.6 કરોડ રૂપિયા રહ્યા અને માર્જિન 11 બીપીએસ ઘટીને 16 ટકા રહી ગયા.


    Avenue Supermarts

    ડીમાર્ટ સ્ટોર્સ ચલાવા વાળી આ કંપનીનો ચોખ્ખો નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં વર્ષના આધાર પર 17 ટકા વધીને 690 કરોડ રૂપિયા રહ્યા. ત્યારે તેની આવક 17.3 ટકા વધીને 13.572 કરોડ રૂપિયા રહ્યા અને તેના ઑપરેટિંગ પ્રૉફિટ 16 ટકા વધીને 1,120 કરોડ રૂપિયા રહ્યા. જો કે તેના માર્જિન 8.3 ટકાની સાથે લગભગ સપાટ રહ્યા.

    Tata Consumer

    ટાટા ગ્રુપ આ કંપનીએ 'ચિંગ્સ સીક્રેટ' અને 'સ્મિથ એન્ડ જોન્સ બ્રાંડ' ની મૂળ કંપની કેપિટલ ફૂડ્ઝ (Capital Foods) ની 100 ટકા ભાગીદારીના અધિગ્રહણની જાહેરાત કરી. આ સમગ્ર અધિગ્રહણ 5,100 રૂપિયામાં રહેશે. તેના સિવાય કંપનીને ઑર્ગેનિક ઈંડિયામાં પણ 100% ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. કંપનીએ 1,900 કરોડ રૂપિયામાં આ ડીલ કરી છે. આ ડીલ કેશ ટ્રાંજેક્શનમાં થશે. ટાટા કંઝ્યૂમરે ડેટ ઈશ્યૂના દ્વારા ફંડ એકઠુ કરવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યુ કે 19 જાન્યુઆરીના થવા વાળા કંપની બોર્ડની બેઠકમાં આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે.

    Bhel

    બીએચઈએલના એનએલસી ઈન્ડિયાથી ઓડિશાના ઝારસુગુડામાં 3x800 મેગાવોટ એનએલસી તાલાબીરા થર્મલ પાવર પ્રોજેક્ટ (એનટીટીપીપી) માટે લેટર ઑફ એવૉર્ડ મળ્યો છે. આ પ્રોજેક્ટ 15,000 કરોડ રૂપિયાનો છે.

    eMudhra

    eMudhra ના બોર્ડે QIP માટે મંજૂરી આપી. QIPની ફ્લોર પ્રાઈસ 443.56 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. 200 કરોડ રૂપિયાનો કુલ QIP લાવશે, ઈન્ડિકેટિવ ઈશ્યુ પ્રાઈસ 422 રૂપિયા પ્રતિર્શેર નક્કી ક્યા છે. શુક્રવારના ક્લોઝિંગ ભાવના 9.5% ડિસ્કાઉન્ટ પર ઈશ્યુ પ્રાઈસ છે. ઈક્વિટી શેરના કેપિટલના 6.1% હિસ્સો વેચવાની યોજના છે.

    Anant Raj

    કંપનીએ QIP લૉન્ચ કર્યો. ફ્લોર પ્રાઈઝ 310.78 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

    Lupin

    આ દિગ્ગજ ફાર્મા કંપનીને 'પ્રોપ્રાનોલોલ હાઈડ્રોક્લોરાઈડ એક્સટેંડડ-રિલીઝ કેપ્સૂલ' માટે સંક્ષિપ્ત નવી દવા એપ્લિકેશનને અમેરિકી ડ્રગ રેગુલેટરથી મંજૂરી મળી ગઈ છે. આ કેપ્સૂલનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર અને માઈગ્રેનના ઈલાજ માટે કરવામાં આવે છે.

    Lic

    કંપનીને ટેક્સ અર્થોરિટીથી 1,370.60 કરોડ રૂપિયાના એક ઈનકમ ટેક્સ નોટિસ મળી છે. એલઆઈસીએ એક બયાનમાં કહ્યુ કે તે આ આદેશોની વિરૂદ્ઘ મુંબઈ કમીશ્નર (અપીલ) ના સમક્ષ અપીલ દાખલ કરશે.

    Allcargo Gati

    વર્ષ દર વર્ષના આધાર પર વોલ્યુમ 7% અને ક્વાર્ટર દર ક્વાર્ટર 6% વધી 105kt પર રહ્યા.

    SECI

    SECI ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન કરતી કંપનીઓનું લિસ્ટ જાહેર કર્યું. SECI એટલે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા. SECIના લિસ્ટમાં અદાણી ન્યુ ઈ્ડિયા, L&T ઈલેક્ટ્રોલાઈઝર્સનો સમાવેશ થયો છે. SECIના લિસ્ટમાં જેનસોલ એન્જિનિયરિંગનો પણ સમાવેશ થાય છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 15, 2024 10:19 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.