FADAના પ્રેસિડેન્ટ, મનીષ રાજ સિંઘાનિયાનું કહેવું છે કે 2023 માટે ઓટો ઈન્ડેક્સ ખુબ જ સરૂ રહ્યું છે. તહેવાર સિઝન બાદ 2- વ્હીલરનું વેચાણ પણ સુધર્યું છે. પીવી વેચાણે નવા રેકૉર્ડ હાઈ બનાવ્યા હતા. ઈવી 3-વ્હીલર વેચાણ પણ મજબૂત રહ્યું છે. કેન્દ્ર સરકારની યોજનાની પોઝિટીવ અસર ઓટો સેક્ટર પર જોવા મળી રહી છે. ડિસ્સાઉન્ટે ગ્રાહકોને ખૂબ જ આકર્ષિત કર્યા છે. 2020ની સરખામણીએ ઓટો નંબર જોવા મળી શકે છે.
મનીષ રાજ સિંઘાનિયાના મતે આ વર્ષે સપ્લાઈ ચેનમાં સુધારો આવવાથી માંગમાં સુધારો આવ્યો છે. 42 દિવસના તહેવારના દિવસોમાં વ્હીકલનું વેચાણ 18.7 ટકાથી વધી 37.9 લાખ યુનિટ રહ્યું છે. 42 દિવસના તહેવારના દિવસોમાં 2-વ્હીલરનું વેચાણ 21 ટકાથી વધી 28.93 લાખ યુનિટ રહ્યું છે. અમારી કંપની માટે 2023નું વર્ષ ખૂબ સારૂ રહ્યું છે. આ વર્ષમાં દર મહિને નવું રિકૉર્ડ બનતું હતું અને સમાન મહિનામાં રિકૉર્ડ તુટી રહ્યું હતું.
મનીષ રાજ સિંઘાનિયાના અનુસાર થ્રી વ્હીલર સેગમેન્ટમાં પણ સારો ગ્રોથ જોવ મળી રહ્યો છે. કોવિડ પહેલા લોકોની જોબ પર અસર થઈ હતી. કેન્દ્ર સરકારની યોજના છે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત કામ થતો રહેશે, માઈનિંગસ સેક્ટર સારૂ ચાલશે અને વેપાર સેક્ટરમાં પણ વધારો જોવા મળી શકે છે. ડીલરો પાસે ફ્રીડમ સ્ટૉક ઘણા ચાલી રહ્યા હતા. પેસેન્જર કારમાં 62-64 પેટએપ સ્ટૉક હતો. જ્યારે ડીલરો પાસે સ્ટૉક વધારે હોય છે તો સ્કીમ ઘણી સારી આવે છે.