દિનશૉ ઈરાનીનું કહેવુ છે કે છેલ્લાં 5 વર્ષમાં જાન્યુઆરીમાં નેગેટિવ રિટર્ન મળ્યા છે. ટૂંકાગાળે થોડી નરમાશ રહી શકે છે. લાંબાગાળાની દૃષ્ટીએ હજુ મજબૂતી યથાવત્ રહેશે. USના ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો આવ્યો છે. ઈમર્જિંગ માર્કેટના ઈન્ડેક્સમાં ચીનનું ભારણ ઘટ્યું છે.
દિનશૉ ઈરાનીના મતે ભારતનું ભારણ ઈમર્જિંગ માર્કેટમાં વધ્યું છે. ઈમર્જિંગ માર્કેટમાં ભારત સાથે કોઈ સરખામણી નહીં કરી શકે. ભારતની સામે અમુક નાણાં તાઈવન અને કોરિયામાં જઈ શકે છે. કોરિયા અને તાઈવાનમાં ભુરાજકીય સ્થિતિ ઘણી તંગ છે. તમામ ઈમર્જિંગ બજારમાં નાણાં આવશે., પણ ભારત મોખરે હશે.
દિનશૉ ઈરાનીના મુજબ આવક વધશે એટલે લક્ઝરી કમ્પઝમ્પશનમાં વધારો જોવા મળશે. ફાઈનાન્સ સેક્ટરમાં પણ સારો ગ્રોથ જોવા મળશે. પ્રાઈવેટ સેક્ટરમાં કેપેક્સ આવશે ત્યારે ફાઈનાન્સની માગ વધશે. ફાર્મા સેક્ટરમાં પણ સારો ગ્રોથ જોવા મળી શકે છે. બચતની પેટર્ન બદલાઈ રહી હોવાના સંકેત છે.
દિનશૉ ઈરાનીનું માનવું છે કે બેન્ક ડિપોઝીટ ઘટી છે પણ SIPમાં સારો ફ્લો આવ્યો છે. સેવિંગ્સ અને ફોલિયો જોતા લાગે છે કે હજુ ગ્રોથની આશા છે. બ્રોકિંગ ફર્મ, AMCમાં પણ સારા ગ્રોથની આશા છે. PSU બેન્કમાં લાર્જકેપમાં રોકાણ કરી શકાય છે. વૈશ્વિક બજારમાં સ્થિતિ બગડે તો ભારતીય બજાર પર અસર આવશે. ચીન અને તાઈવાન વચ્ચેનો તણાવ હાલ અંકુશમાં આવતો દેખાય છે. સોફ્ટ લેન્ડિંગ US કઈ રીતે અમલમાં મુકે છે તે મહત્વનું છે. લાર્જકેપ અને મિડકેપમાં અમુક કંપનીમાં સારો ગ્રોથ દેખાઈ શકે છે.